For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સસ્પેન્ડેડ સરકારી બાબુ પાસેથી 10 કરોડથી વધુની સંપત્તિ મળી આવી, કાર સહિત ફ્લેટ પણ જપ્ત

સસ્પેન્ડેડ સરકારી બાબુ પાસેથી 10 કરોડથી વધુની સંપત્તિ મળી આવી, કાર-ફ્લેટ પણ જપ્ત

|
Google Oneindia Gujarati News

સુરતઃ મોદી સરકાર ભ્રષ્ટાચાર ડામવાના ગમે તેટલા પ્રયત્નો કેમ ના કરી લે છતાં મોટાભાગની સરકારી એજન્સીઓના પાયામાં ઘૂસી ગયેલો ભ્રષ્ટાચાર કોઈપણ કાળે અટકવાનું નામ નથી લઈ રહ્યો. એન્ટી કરપ્શન બ્યૂરોએ બંધ થૂ ચીકેલ ગુજરાત રાજ્ય ભૂમિ વિકાસ નિગમ (GSLDC)ના અધિકારી પ્રવિણ પ્રેમાલ પાસે કથિત રૂપે આવકથી સંપત્તિ સંપત્તિ હોવાના મામલે કેસ નોંધાયો હતો. રિપોર્ટ મુજબ આરોપી પ્રવિણ પ્રેમાલ પાસેથી 10.54 કરોડની મિલકત રિકવર કરવામાં આવી છે જેમાં લક્ઝરી કાર, પરિજનોના નામે રહેલા 32 ફ્લેટ, ખેતીલાયક જમીન, દુકાન અને રેસ્ટોરાંનો સમાવેશ થાય છે.

આવકથી 200 ગણા વધુ સંપત્તિ મળી

આવકથી 200 ગણા વધુ સંપત્તિ મળી

રિપોર્ટ મુજબ પ્રવિણ પ્રેમાલના પરિવારની સંપત્તિ તેમની આવકથી 200 ગણા વધારે છે. એસીબીએ જણાવ્યું કે આરોપીએ ખેતી માટે તળાવો, જળાશયો વગેરેના નિર્માણ સંબંધિત સરકારી પરિયોજનાઓ લાગૂ કરવામાં અનિયમિતતા દાખવી તેમાંથી તોડ કરેલ રૂપિયાને તેની પત્ની અને દીકરાના નામે કેટલીય ચળ અને અચળ સંપત્તિમાં રોક્યા હતા.

કરોડોનું કૌભાંડ

કરોડોનું કૌભાંડ

કહેવામાં આવ્યું છે કે ચિરાગ પ્રેમાલે 'ઠેકેદાર' તરીકે આ પરિયોજના માટે 3.92 કરોડ રૂપિયા હાંસલ કર્યા જે ક્યારેય શરૂ જ ના થઈ. એસીબીએ દાવો કર્યો કે નોટબંધી દરમિયાન પરિવારે પોતાના બેંક ખાતામાં 45.75 લાખ રૂપિયા જમા કરાવ્યા. તપાસમાં જાણવા મળ્યું કે બીએમડબલ્યૂ કાર ઉપરાંત અન્ય 32 જેટલી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

10 કરોડથી વધુની સંપત્તિ જપ્ત

10 કરોડથી વધુની સંપત્તિ જપ્ત

જણાવી દઈએ કે મળેલા ઈનપુટના આધારે એસીબીએ 2018માં GLDC પરિસરમાં ઓચિંતુ ચેકિંગ હાથ ધર્યું હતું દરમિયાન 56.2 લાખ રૂપિયા જેટલા બિનહિસાબી નાણાં મળી આવતાં ફરિયાદ નોંધી હતી. એસીબીની આગળની તપાસમાં ખુલાસો થયો હતો GLDCમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે નોકરી કરી રહેલા અધિકારી પ્રવિણ પ્રેમલ સામે વલસાડ-ડાંગ એસીબી પોલીસ સ્ટેશને નોંધાયેલ 41 ફરિયાદમાંથી 26માં આરોપી હતો. એક જ અધિકારી સામે 26-26 ફરિયાદો થઈ હોવાનો ખુલાસો થતાં તપાસ આગળ ધપાવી હતી. જેમાં ખુલાસો થયો કે 2018-19 દરમિયાન વલસાડમાં ફરજ બજાવતી વખતે પ્રવિણ પ્રેમલે 2.61 કરોડ રૂપિયાના ફંડનો દુરુપયોગ કર્યો હતો.

ગુજરાત GSET પરીક્ષાઃ એડમિટ કાર્ડ જાહેર, આ રહી પેપરની પેટર્નગુજરાત GSET પરીક્ષાઃ એડમિટ કાર્ડ જાહેર, આ રહી પેપરની પેટર્ન

English summary
Suspended GLDC official found to be worth Rs 10 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X