For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત અગ્નિકાંડઃ 22 બાળકોના મોત કેસમાં 14 આરોપી પર સુનાવણી પૂરી, ચુકાદો 19મીએ

ગુજરાતમાં સુરતના સરથાણા સ્થિત તક્ષશિલા આર્કેડમાં ભીષણ અગ્નિકાંડમાં કોર્ટે પોતાના ચુકાદો 19 માર્ચ સુધી સુરક્ષિત રાખી લીધો છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં સુરતના સરથાણા સ્થિત તક્ષશિલા આર્કેડમાં ભીષણ અગ્નિકાંડમાં 22 બાળકોના મોત થયા બાદથી જ તેમના પરિવારજનો આરોપીઓને સજા અપાવવા માટે કોર્ટના ચક્કર કાપી રહ્યા છે. આ કેસમાં આરોપીઓ સામે રજૂ કરવામાં આવેલ પ્રપોઝ ચાર્જ પર બુધવારે કોર્ટમાં સુનાવણી પૂરી થઈ ગઈ. કોર્ટે પોતાના ચુકાદો 19 માર્ચ સુધી સુરક્ષિત રાખી લીધો છે. આરોપીઓ સામે સરકાર પક્ષ તરફથી પ્રપોઝ ચાર્જ રજૂ કરવામાં આવ્યો હતો.

surat

તમને જણાવી દઈએ કે તક્ષશિલા અગ્નિકાંડ કેસમાં કુલ 14 આરોપી છે જેને પોલિસે બિન ઈરાદાપાત્ર હત્યાના આરોપમાં ધરપકડ કરીને તેમની સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ આરોપીઓમાં મનપા અધિકારી અને બિલ્ડર પણ શામેલ છે. આ કેસ ચાર્જફ્રેમની કાર્યવાહી માટે સેશન કોર્ટમાં પેન્ડીંગ છે. આ પહેલા સરકાર પક્ષ તરફથી આરોપીઓ સામે પ્રપોઝ ચાર્જ રજૂ કરવામાં આવ્યુ જેના પર સેશન કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. આ ઉપરાંત અમુક આરોપીઓએ ડિસ્ચાર્જ અજી પણ રજૂ કરી છે. બુધવારે કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન પ્રપોઝ ચાર્જ અને ડિસ્ચાર્જ અરજીઓ પર સુનાવણી પૂરી થઈ ગઈ. કોર્ટે પોતાનો ચુકાદો 19 માર્ચ સુધી સુરક્ષિત રાખી લીધો.

9 મહિના છૂપાઈ રહ્યો હતો આરોપી બિલ્ડર

22 બાળકોની મોત થયા બાદથી જ ફરાર આરોપી બિલ્ડર ફેબ્રુઆરીમાં પકડાઈ ચૂક્યો છે. બિલ્ડર દિનેશ કાંજી વેકરિયાન સુરત ક્રાઈમ બ્રાંચે સલાબતપુરાથી પકડી લીધો છે. તે છેલ્લા 8 મહિનાથી ભાગી ગયો હતો અને પોલિસને ખબર નહોતી તે ક્યાં છૂપાયો છે. તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગમાં ચાલી રહેલ કોચિંગ સેન્ટરમાં અગ્નિકાંડની ઘટના 24 મે 2019ના રોજ થઈ હતી.

આ પણ વાંચોઃ ઈરાનમાં ફસાયા છે 6000 ભારતીય, વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યુ મેડીકલ ટીમ રવાનાઆ પણ વાંચોઃ ઈરાનમાં ફસાયા છે 6000 ભારતીય, વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યુ મેડીકલ ટીમ રવાના

English summary
takshashila apartment surat fire case, Hearing On Proposal Charge Completed in court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X