For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી પંચની ટીમે ગુજરાતમાં આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ માટે ચૂંટણી-તૈયારીની સમીક્ષા કરી

ભારતના ચૂંટણી પંચની ટીમે ગુજરાતમાં આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ માટે ચૂંટણી-તૈયારીની સમીક્ષા કરી

|
Google Oneindia Gujarati News

ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલા નવ વરિષ્ઠ અધિકારીઓની એક ટીમે 16-18 સપ્ટેમ્બર, 2022 દરમિયાન અમદાવાદ, ગુજરાતની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન તેમણે ગુજરાત રાજ્ય વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીઓ માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

election commision

આ ટીમમાં શ્રી ધર્મેન્દ્ર શર્મા, વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર, શ્રી નિતેશ વ્યાસ, વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર, શ્રી હૃદેશ કુમાર, નાયબ ચૂંટણી કમિશનર, શ્રી એન.એન. બુટોલિયા, વરિષ્ઠ અગ્ર સચિવ, શ્રી યશવેન્દ્ર સિંહ, નિયામક, શ્રીમતી દીપાલી માસીરકર, નિયામક, શ્રી એસ બી જોશી, અગ્ર સચિવ, શ્રીમતી શુભ્રા સક્સેના, નાયબ સચિવ અને શ્રી અનુજ ચાંડક, સંયુક્ત નિયામકનો સમાવેશ થાય છે.

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO), શ્રીમતી પી. ભારતી સાથે ECI ટીમે 17 અને 18 સપ્ટેમ્બર, 2022 ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, જિલ્લા પોલીસ અધિક્ષકો અને પોલીસ કમિશનર સાથે ચૂંટણી તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકોમાં મતદાર યાદી અને SSR, EVM/VVPAT, મતદાન મથકો પર ખાતરીપૂર્વકની લઘુત્તમ સુવિધાઓ, મેનપાવર, ટ્રાન્સપોર્ટેશન, કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા, SVEEP, તાલીમ અને ક્ષમતા નિર્માણને આવરી લેતા તમામ મુખ્ય વિષયો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને આગામી ચૂંટણી દરમિયાન સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા તમામ મહત્વના મુદ્દાઓ અંગે જિલ્લાઓમાંથી પ્રતિભાવો લેવામાં આવ્યા હતા. સીઇઓ ગુજરાત અને રાજ્ય પોલીસ નોડલ ઓફિસર દ્વારા વિગતવાર પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું હતું.

આવકવેરા, આબકારી, સીબીઆઈસી, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, રેલવે પ્રોટેક્શન ફોર્સ, પોસ્ટ વિભાગ, નાગરિક ઉડ્ડયન અને સુરક્ષા બ્યુરો, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સહિત વિવિધ અમલીકરણ એજન્સીઓના નોડલ અધિકારીઓ અને પ્રતિનિધિઓ સાથે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

ગૃહ, શાળા શિક્ષણ, વીજળી, દૂરસંચાર, માર્ગ અને પરિવહન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, આબકારી અને મહેસૂલ સહિતના વિવિધ રાજ્ય સરકારના વિભાગોના સચિવો સાથે પણ બેઠક યોજાઈ હતી.

બાદમાં, રાજયના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશક સાથે પણ આગામી ચૂંટણીઓ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા તેમજ આગામી ચૂંટણીઓમાં સુચારુ સંચાલન માટે સીઇઓ, રાજ્ય પોલીસ નોડલ ઓફિસર, ડીઇઓ, એસપી અને અમલીકરણ એજન્સીઓ પાસેથી મળેલ પ્રતિભાવોની ચર્ચા કરવા માટે બેઠક યોજવામાં આવી હતી.

English summary
team of EC reviewed the election-preparation for the upcoming state assembly elections in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X