દિલ્હીથી અપહરણ કરી સુરતમાં ગુજાર્યો ગેંગરેપ

rape
સુરત, 28 જૂન: અમન વિહાર વિસ્તારથી એક છોકરીનું અપહરણ કરી ગેંગરેપ ગુજાર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમન વિહાર પોલીસે કિશોરીને ગુજરાતના સુરતથી એક અપહરણકર્તાની ધરપકડ કરી લેવામાં આવી છે.

જ્યારે ફરાર બે અન્ય આરોપીઓની શોધમાં પોલીસ જોડાઇ ગઇ છે. પોલીસના અનુસાર 17 વર્ષીય કિશોરી પોતાના પરિવાજનોની સાથે અમન વિહાર વિસ્તારમાં રહેતી હતી. આ 13 જૂનના રોજ ઘરેથી ગાયબ થઇ ગઇ હતી.

તેના પરિવાજનોએ અમન વિહાર પોલીસમથકમાં તેના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. થોડા દિવસો બાદ પરિવાજનોએ પડોસીના એક સંબંધી ધર્મેશ (23) પર કિશોરીને અપહરણ કરવાનો શક વ્યક્ત કર્યો હતો. પોતાના સંબંધીના ઘરે આવેલો ધર્મેશ પણ તે દિવસથી ગાયબ હતો.

પોલીસની એક ટીમે ગત 23 જૂનના રોજ ધર્મેશને સૂરત સ્થિત ઘર પર રેડ પાડીને કિશોરીને મુક્ત કરાવી લીધી. સાથે જ તેનું અપહરણ કરનાર ધર્મેશની ધરપકડ કરી લીધી.

કિશોરીએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ધર્મેશે તેને ફોસલાવીને પોતાની સાથે લઇ ગયો હતો. આ દરમિયાન અમન વિહારમાં તેની સાથે પરિચિત આકાશ અને સુરત આવ્યા બાદ તેની સાથે એક અન્ય પરિચિત દિપકે તેની સાથે દુષ્કર્મ આચર્યું. ધર્મેશને સૂરતની કોર્ટમાં રજૂ કર્યા બાદ દિલ્હી તેને ટ્રાંજિટ રિમાન્ડ પર દિલ્હી લઇ ગઇ.

પોલીસે કિશોરીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું, જેમાં દુષ્કર્મની પુષ્ટિ બાદ પોલીસે આરોપીઓ પર અપહરણની સાથે-સાથે સામૂહિક બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. પોલીસ ફરાર અન્ય બે આરોપીઓની શોધખોળ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X