થરાદ પાસેના ખેતરમાં મળ્યા અફીણના 5000 છોડ

Subscribe to Oneindia News

થરાદ તાલુકાના ખાનપુર ગામની સીમમાં વાવેતર કરાયેલા અફીણના 5000 છોડ મળી આવતાં ખળભળાટ મચ્યો છે. પોલીસે બાતમી આધારે રેડ પાડી રૂ.9.65 લાખની કિંમતના 96 કિલો 500 ગ્રામ અફીણનાં કાલાં કબજે લીધા હતા. અને ખેડૂત માવજી પ્રજાપતિને ઝડપી લઇ તેની સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે જિલ્લામાં અફીણની ખેતી પકડાઇ હોય તેવી આ પ્રથમ ઘટના છે.થરાદના પીઆઇ જે.જી. ચાવડાને ખાનગી બાતમી મળતાં તેમણે પીએસઆઇ આર.જી. ચૌધરી અને સ્ટાફ સાથે ખાનપુરની સીમમાં માવજી નશા પ્રજાપતિ નામના ખેડૂતના ખેતરમાં દરોડો પાડ્યો હતો.

afin tharad

જ્યાંથી દેશમાં પ્રતિબંધિત અફીણના 5000 છોડની ખેતી ઘઉંના પાકની આડશમાં અને ખેતરના શેઢે કરેલી જણાઇ આવી હતી. ડીવાયએસપી ઉમેશ પટેલ, એએસપી પ્રશાંત સુમ્બેની ઉપસ્થિતમાં છોડનાં કાલાં કાપી તપાસ માટે કબજે લીધાં હતાં. જ્યારે થડને મૂળમાંથી ઉખેડી નાશ કર્યો હતો.પીઆઇ જે.જી. ચાવડાના જણાવ્યા મુજબ, અફીણની ખેતી ઝડપાયાનો થરાદ તાલુકાનો આ પહેલો બનાવ છે. ઘઉંના પાકની આડશમાં અફીણની ખેતી કરી હતી, પરંતુ ઘઉં કપાતાં તે ખુલ્લી પડી ગઇ હતી. રૂ.9.65 લાખનો 17 ક્યારામાં વાવેલો 96 કિલો 500 ગ્રામ જથ્થો કબજે લેવાયો છે. ખેડૂત માવજી પ્રજાપતિને ઝડપી લઇ નાર્કોટિકસ એકટ મુજબ ગુનો દાખલ કરાયો છે. આ મામલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

ખેતરમાં જ એફએસએલ દ્વારા અફીણ અંગે ટેસ્ટીંગ કરાયું થરાદ પોલીસે અફીણના છોડ કબજે લીધા હતા. જોકે તેના કાલાંમાંથી રસ નીકળ્યા બાદ તેમાંથી અફીણ બનતું હોઇ આ છોડ અફીણના છે કે કેમ તેનું ટેસ્ટીંગ એફએસએલ દ્વારા ખેતરમાં જ કરાયું હતું. આ માટે જિલ્લા એફએસએલ અધિકારી કે. કે. મોઢ 2 કીટ પણ લઇને આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જ આ છોડ અફીણના હોવાની ઓળખ થઇ ગઇ હતી.છોડમાંથી પોષડોડા અને ખસખસ બને એફએસએલ અધિકારીના જણાવ્યા મુજબ, અફીણના છોડને સુકવી દીધા પછી તેમાંથી પોષડોડા બને છે. જ્યારે અફીણનાં કાલાંમાં ખસખસના દાણાં હોય છે. જેનો ઉપયોગ જમણવારમાં લાડુ પર લગાવવા થતો હોય છે. રસની એક કિલોની દોઢ લાખ રૂપિયા કિંમત હોય છે.

English summary
Tharad : Police raid and found more than 5000 plants of opium in farm
Please Wait while comments are loading...