For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તરણેતરના મેળામાં ૧૭માં ગ્રામિણ ઓલમ્પિકનું આયોજન, પરંપરાગત રમતોનો સમાવેશ કરાશે!

ઝાલાવાડના પ્રખ્યાત તરણેતર ખાતે યોજાનાર લોકમેળામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ૧૭મા ગ્રામિણ ઓલમ્પિકનું આયોજન કવામાં આવશે.

By Desk
|
Google Oneindia Gujarati News

સુરેન્દ્રનગર : ઝાલાવાડના પ્રખ્યાત તરણેતર ખાતે યોજાનાર લોકમેળામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ૧૭મા ગ્રામિણ ઓલમ્પિકનું આયોજન કવામાં આવશે. ૧ સપ્ટેમ્બરથી ૩ સપ્ટેમ્બર દરમ્યાન યોજાનાર આ ગ્રામિણ ઓલમ્પિકમાં પરંપરાગત રમતોનો સમાવેશ કરાયો છે. આ માટે રસ ધરાવતા ઇચ્છુક રમતવીરોએ તેમની એન્ટ્રી ૨૨ ઓગસ્ટ સુધીમાં મોકલી આપવાની રહેશે.

Taranetar

તરણેતર ખાતે યોજાનાર લોકમેળામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ૭માં ગ્રામિણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ગ્રામિણ ઓલમ્પિકમાં ભાઇઓ માટે ટુંકી દોડ, લાંબીદોડ (૪ X ૧૦૦ મીટર રીલે દોડ), લાંબી દોડ ૩૦૦૦ મીટર, લાંબીકૂદ, ગોળા ફેંક, નારીયેળ ફેંક, કુસ્તી, વોલીબોલ, લંગડી, સ્લો સાયકલીંગ, મત્સ્યવેધ (આર્ચરી), કબડ્ડી, રસ્સા ખેંચ, લાકડી ફેરવવી, ખાંડના લાડવા ખાવાની હરીફાઇ, અશ્વ દોડ, બળદગાડા દોડ, અશ્વ હરીફાઇ રેવાલ જેવી રમતોનો સમાવેશ કરવામં આવ્યો છે. જ્યારે બહેનો માટે ટુંકી દોડ, લાંબી દોડ, (૪ X ૧૦૦ મીટર રીલે દોડ), ૩૦૦૦ મીટર દોડ, લાંબી કુદ, ગોળા ફેંક, વોલી બોલ ,કબડ્ડી, લંગડી, દોરડા કુદ (રોપ સ્કીંપીગ) માટલા દોડ, નારગોચું (નારગોલ) જેવી પરંપરાગત રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે.

આ ગ્રામિણ ઓલમ્પિકમાં ભાગ લેવા ઇચ્છતી આપના જીલ્લાની ટીમોની તેમજ ઇચ્છુક રમતવીરોની એન્ટ્રી જીલ્લા રમત વિકાસ અધિકારીશ્રી પાર્થ.આર.ચૌહાણ (૯૮૯૮૯ ૭૪૪૪૮) - સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્પીનીંગ મીલ સામે, મીલ રોડ, જી.સુરેન્દ્રનગર મું.લીંબડી-૩૬૩૪૨૧"ને ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં સમયસર મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે. આ અંગેના એન્ટ્રી ફોર્મ દરેક જીલ્લાના જીલ્લા રમતગમત અધિકારીની કચેરી ખાતેથી ઉપલબ્ધ થશે.

English summary
The 17th Rural Olympics will be organized in the Lok Mela of Taranetar!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X