For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોગસ ડિગ્રી આપવાનું આંતરરાજ્ય કૌભાંડ આવ્યું બહાર

રાજકોટમાંથી નકલી ડિગ્રીનું આપવાનું આંતર રાજ્ય કૌભાંડ બહાર આવ્યુ છે. શહેરના રૈયા રોડ પરના વૈશાલીનગરમાં સન રેઇઝ કલાસીસના ઓઠા હેઠળ બોગસ માર્કશીટ અને ડિગ્રીનું વેચાણ થતું હતું.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

રાજકોટમાંથી નકલી ડિગ્રીનું આપવાનું આંતર રાજ્ય કૌભાંડ બહાર આવ્યુ છે. શહેરના રૈયા રોડ પરના વૈશાલીનગરમાં સન રેઇઝ કલાસીસના ઓઠા હેઠળ બોગસ માર્કશીટ અને ડિગ્રીનું વેચાણ થતું હતું. કલાસીસના સંચાલક પ્રકાશ સુરેશભાઈ ગોહેલની અટકાયત કરવામાં આવી છે. તેના સાગરિતને ઝડપી લેવા તજવીજ ચાલે છે.

bogus degree scam

નકલી માર્કશીટ અને ડિગ્રી અંગે પકડાયેલા સન રેઇઝ કલાસીસના સંચાલક પ્રકાશ ગોહેલે 50 જેટલા સર્ટીફેકટ વેચ્યાની કબૂલાત આપી છે. આ 50 પૈકી 14 ઉત્તરપ્રદેશના હોવાનું જણાવ્યું હતું. આ 14 સર્ટીફીકેટ ઉત્તરપ્રદેશની એમજીકેવીપી અને સીએસજેએમ યુનિવર્સિટીના હોવાની કબૂલાત આપી છે. બાકીની માર્કશીટ અને ડિગ્રી અન્ય રાજય અને યુનિવર્સિટીના હોવાની શકયતા છે

રૈયા રોડ પર આમ્રપાલી સિનેમા સામે વૈશાલીનગર શેરી નં. 7માં આવેલા સન રેઇઝ નામના કલાસીસમાં બોગસ માર્કશીટ અને ડિગ્રીનું વેચાણ થતું હોવાની હકિકત પ્રકાશમાં આવતા ક્રાઇમ બ્રાંચના ઇન્સ. ગઢવીના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ. ધાંધલ્યા અને તેની ટીમે દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન કલાસીસમાંથી લેપટોપ, સાહિત્ય કબજે કરાયું હતું અને કલાસીસના સંચાલક પ્રકાશ ગોહેલની અટકાયત કરવામાં આવી હતી. પોલીસની પુછપરછ અને તપાસ દરમિયાન કલાસીસના સંચાલક દ્વારા રૂ. 65 હજારમાં ધો.10 અને ધો.12ની માર્કશીટ આપવામાં આવતી હતી. જયારે ગેજ્યુએશનની ડિગ્રી માટે જેવો ગ્રાહક તેવા ભાવ લેવામાં આવતા હતાં. ઓછામાં ઓછા રૂ. 50 હજાર લેવામાં આવતા હતાં. આ શખસ દ્વારા ઉત્તર પ્રદેશની જુદી જુદી યુનિવર્સિટીની ડિગ્રી આપવામાં આવતી હતી.

આ જ રીતે ધો. 10 અને 12ની માર્કશીટ પણ આપવામાં આવતી હોવાનું ખુલ્યું હતું. આ બોગસ માર્કશીટ અને ડિગ્રી કૌભાંડમાં સન રેઇઝ કલાસીસના સંચાલક ઉપરાંત અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ધો.10 અને 12ની માર્કશીટ અને ડિગ્રી માટે પૈસા આપ્યા બાદ 20થી 25 દિવસમાં માર્કશીટ અને ડિગ્રી આપી દેવામાં આવતી હતી. આ માટે માર્કશીટ અને ડિગ્રી લેવા આવનાર કેટલું ભણ્યા છે તે અંગે કોઇ તપાસ કરવામાં આવતી ન હતી. માત્ર પૈસા લઇને જ માર્કશીટ અને ડિગ્રીનું વેચાણ કરવામાં આવતું હતું. માત્ર ઉત્તર પ્રદેશની જ યુનિવર્સિટીની ડિગ્રી આપવામાં આવતી હતી કે અન્ય કોઇ રાજયની યુનિવર્સિટીની પણ ડિગ્રી અને સ્કૂલની માર્કશીટ આપવામાં આવતી હતી, તે અંગે તપાસ ચાલે છે.

આ તપાસમાં ધો. 10 અને 12 માટે આંધ્રબોર્ડના પાંચ અને મોહાની બોર્ડના એક સર્ટીફીકેટ મળ્યાં હતાં. આ ઉપરાંત રાજસ્થાનની સનરાઈઝ યુનિવર્સિટીના 15 ઓપીજીએસના 4, સંધાનિયા યુનિ.ના પાંચ, મેઘાલયની વિલિયમ યુનિવર્સિટીના બે, હિમાલયા યુનિવર્સિટીના બે, જયપુરના 1 મળી કુલ 50 જેટલી ડિગ્રી વેચવામાં આવ્યાનું ખુલ્યું છે. આ પૈકી 17 જેટલા ડિગ્રી સર્ટીફીકેટની ઝેરોક્ષ મળી આવી હતી.હાલમાં સન રેઇઝ કલાસીસના સંચાલકનું લેપટોપ કબજે કરવામાં આવ્યું છે. લેપટોપ અને તેની હાર્ડ ડીસ્ક ગાંધીનગર એફએસએલમાં મોકલીને વધુ માહિતી મેળવવામાં આવશે.

English summary
The bogus degree scam came out in Rajkot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X