સાતમા નોરતે સમગ્ર ગુજરાતમાં ગુંજી ઉઠશે ઓપરેશન સિંદૂરનો ગરબો, ગૃહરાજ્ય મંત્રીની અપીલ
Gujarat News: ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યભરના લોકોને સાતમા નોરતા એટલે કે રવિવારની રાત્રે એક અનોખી થીમ પર ગરબા કરવા માટે અપીલ કરી છે. આ વર્ષે ગરબાના આયોજનમાં 'ઓપરેશન સિંદૂર'ની શક્તિને મા અંબાની ભક્તિ સાથે જોડવામાં આવશે. સંઘવીએ ગુજરાતના તમામ ગરબા આયોજકો અને લોકોને આ રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતા કાર્યક્રમમાં જોડાવા માટે વિનંતી કરી છે.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અપીલ
ગૃહરાજ્ય મંત્રીએ ગુજરાતમાં તમામ લોકોને રવીવારે રાત્રે ઓપરેશન સિંદૂર પર ગરબા કરવા અપીલ કરી છે. આજે રવિવારે સાતમા નોરતે રાત્રે 11 વાગ્યાથી ઓપરેશન સિંદૂરની ધૂન પર ગરબા રમવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યભરમાંથી ગરબા આયોજકો અને સોસાયટી માં રાત્રે 11 વાગે ઓપરેશન સિંદૂર પર ગરબા રમાશે. રાતે 11 વાગ્યાથી 11.10 સુધી ઓપરેશન સિંદૂરની ધૂન પર ગરબા રમાશે. આ પહેલ ગરબાના માધ્યમથી દેશભક્તિની ભાવનાને ઉજાગર કરશે.
'ઓપરેશન સિંદૂર' ગરબા સાથે સેનાને સલામ
ગૃહરાજ્ય મંત્રીએ જાહેરાત કરી કે રવિવારે, 28 સપ્ટેમ્બર, 2025ના રોજ સાતમા નોરતે રાત્રે બરાબર 11 કલાકે સમગ્ર ગુજરાતમાં એકસાથે ભારતીય સેનાના શૌર્યને સમર્પિત 'ઓપરેશન સિંદૂર' ગરબો વગાડવામાં આવે.
તેમણે આગળ કહ્યું કે, CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા 'અંબાની ભક્તી જોડે ઓપરેશન સિંદૂરની શક્તિ' વહેલી સવાર સુધી ગરબા રમી શકે તે માટે તમામ જિલ્લાઓમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આપણે સૌ માઈ ભક્તો છીએ બધાની મનોકામના પૂરી થઈ રહી છે.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, સુરક્ષા માટે દેશની સરહદ પર કામ કરતા વિર જવાનોને અભિનંદન આપતા તથા ઓપરેશન સિંદૂરનો આભાર માનતા આખા રાજ્યમાં આજે ગરબામાં રાત્રે 11 વાગ્યાથી 11.10 સુધી 'મા અંબાની ભક્તિ જોડે ઓપરેશન સિંદૂરની શક્તિ' નજરે પડશે. દેશના વિકાસ જવાનોને અભિનંદન આપતા ઓપરેશન સિંદૂર પર લોકો ગરબે ઝૂમશે. દેશભક્તિનો અલગ નજારો ગામથી શહેર સુધી નજરે પડશે.












Click it and Unblock the Notifications
