For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિવાદિત ગુજરાત આતંકવાદ વિરોધી કાયદાને રાષ્ટ્રપતિની સ્વીકૃતિ મળી

વિવાદિત ગુજરાત આતંકવાદ વિરોધી કાયદાને રાષ્ટ્રપતિની સ્વીકૃતિ મળી

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ વિવાદિત આતંકવાદ વિરોધી કાનૂન 'ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુનાખોરી નિયંત્રણ (GCTOC) બિલ'ને રામનાથ કોવિંદે પોતાની સ્વીકૃતિ આપી દીધી છે. જણાવી દઈએ કે માર્ચ 2015માં રાજ્ય સરકારે આ બિલનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ બિલની પ્રમુખ વિશેષતાઓમાંથી એક એ છે કે હવે રેકોર્ડ કરેલ ટેલીફોનિક વાતચીતને કાયદેસરનું સબૂત માનવામાં આવશે. ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ ગાંધીગરમાં મંગળવારે આ બિલને રાષ્ટ્રપતિની સ્વીકૃતિ મળી હોવાની ઘોષણા કરી હતી.

pradip singh jadeja

પહેલા આ બિલને ગુજરાત સંગઠિત અપરાધ નિયંત્રણ બિલ (GUJCOC) નામ આપવામાં આવ્યું હતું. વર્ષ 2004થી જ્યારે પીએમ મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા, ત્યારે આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી નહોતી મળી શકી. ગુજરાત સરકાર 2015માં ફરી આ બિલ આવી અને તેનું નામ બદલી GCTOC કરી દેવામાં આવ્યું પરંતુ પોલીસને ટેલીફોનિક વાતચીત રેકોર્ડ કરવા અને સબૂત તરીકે તેને અદાલતમાં સોંપવા જેવા વિવાદાસ્પદ પ્રાવધાનો તેમાં બનાવી રાખ્યા.

પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે બિલનું પ્રાવધાન આતંકવાદ અને સંગઠિત અપરાધોથી નિપટવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે કહ્યું કે, પીએમ મોદીનું સપનું આજે પૂરું થઈ ગયું છે. વધુમાં પ્રદિપસિંહે કહ્યું કે, આ બિલની મહત્વપૂર્ણ વિશેષતાઓાંથી એક ટેલીફોન વાતચીતને હવે કાયદેસરના સબૂત માનવામાં આવશે. આ બિલમાં એક વિશેષ ન્યાયાલયના નિર્ણયની સાથોસાથ વિશેષ સરકારી વકીલોની નિયુક્તિનું પણ પ્રાવધાન છે. હવે અમે સંગઠિત અપરાધોના માધ્યમથી અર્જિત સંપત્તિઓ અટેચ કરી શકીએ છીએ. અને અમે સંપત્તિઓનું હસ્તાંતરણ પણ રદ્દ કરી શકીએ છીએ.

આગામી 24 કલાકમાં ગુજરાત પહોંચશે વાવાઝોડુ 'મહા', 12 જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાઆગામી 24 કલાકમાં ગુજરાત પહોંચશે વાવાઝોડુ 'મહા', 12 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના

English summary
the Gujarat Control of Terrorism and Organised Crime (GCTOC) Bill gets President's nod
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X