For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, છેલ્લા પાંચ વર્ષનો તૂટ્યો રેકૉર્ડ

છેલ્લા એક મહિનાથી રાજ્યમાં અત્યંત ભીષણ ગરમી પડી રહી છે. જાણો ક્યાં કેટલો રહ્યો ગરમીનો પારો.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ છેલ્લા એક મહિનાથી રાજ્યમાં અત્યંત ભીષણ ગરમી પડી રહી છે. બુધવારે રાજ્યના સાત શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 46 ડિગ્રીએ પહોંચી ગયો હતો. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 45.8 ડિગ્રી સાથે ગરમીએ છેલ્લા પાંચ વર્ષનો રેકૉર્ડ તોડી દીધો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નથી. હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ હતુ કે ત્યારપછી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા ગરમીમાં આંશિક રાહત મળી શકે છે.

heat

ડીસામાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો હતો. અમરેલીમાં તાપમાનનો પારો 44.8 ડિગ્રીએ પહોંચી ગયો હતો જ્યારે ભાવનગરમાં ગરમીનો પારે 44.5 ડિગ્રીએ પહોંચી ગયો હતો. રાજકોટમાં ગરમીનો પારો 44.2 ડિગ્રીએ પહોંચી ગયો હતો. ભૂજમાં ગરમીનો પારો 43.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. વલ્લભ વિદ્યાનગરમાં તાપમાનનો પારો 43.4 ડિગ્રી અને વડોદરામાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો હતો. કંડલા પોર્ટ પર ગરમીનો પારો 40.2 ડિગ્રી જ્યારે કેશોદમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો હતો.

અમદાવાદની વાત કરીએ તો બપોરના સમયે મોટાભાગના વિસ્તારોમાં પારો 47 ડિગ્રીને પાર થઈ ગયો હતો. અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી બોપલ-આંબલીમાં 45.5 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાનનો પારો રહ્યો હતો. સેટેલાઈટમાં45.4 ડિગ્રી, એરપોર્ટ વિસ્તારમાં 45.3 ડિગ્રી, નવરંગપુરામાં 45.2 ડિગ્રી, એસજી હાઈવે પર 44.9 ડિગ્રી, ગિફ્ટ સિટીમાં 44.7 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.

English summary
The heat wave in Gujarat is still going on, breaking the record of last five years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X