For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમા સાર્વત્રિક વરસાદ, આાવતા 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

લાંબા વિરામ બાદ રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. પહેલા રાઉન્ડ બાદ વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પાક નિષ્ફળ જવાની નોબત આવી ગઈ હતી. હવે વરસાદ મન મુકીને વરસતા ખેડુતોના જીવમાં જીવ આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

લાંબા વિરામ બાદ રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. પહેલા રાઉન્ડ બાદ વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પાક નિષ્ફળ જવાની નોબત આવી ગઈ હતી. હવે વરસાદ મન મુકીને વરસતા ખેડુતોના જીવમાં જીવ આવ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતી વચ્ચે આવનારા 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.

varsad

સૌરાષ્ટ્રની વાત કરીએ તો દેવભુમી દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ભારે નોંધાયો છે. વરસાદને લઈને ભોગાત-ભાટીયા માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકામાં પણ સારો વરસાદ નોંધાયો છે.

અમરેલી જિલ્લામાં ધારી પંથકમાં સતત ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. ધારી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ધારી તાલુકાના ગોપાલગ્રામ, હુડલી, ઝર, મોરઝર, ઢોલરવા, સરસિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. વાવણી બાદ વરસાદથી ખેડૂતોના કપાસ, મગફળી સહિતના પાકોને ફાયદો થશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ અને બરડા પંથકમાં વરસાદ નોંધાયો છે. વેરાવળની વાત કરીએ તો વેરાવળમાં પણ વહેલી સવારથી જ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે વેરાવળ શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા હતા. વેરાવળ પાસેથી પસાર થતી દેવકા નદીમા નવા નીર આવ્યા હતા.

English summary
The meteorological department has forecast heavy rains in the state for the next five days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X