For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેશનલ એજ્યુકેશન કોન્ફરન્સના પહેલા દિવસે યૂનિવર્સિટી અને વિદ્યા સમિક્ષા કેન્દ્રની મુલાકાત લેતા મંત્રીઓ

નેશનલ એજ્યુકેશન કોન્ફરન્સના પહેલા દિવસે દેશભરમાથી આવેલા શિક્ષણ મંત્રીઓ તેમજ શિક્ષણ સચિવો દ્વારા ગુજરાતમાં શિક્ષણની વિવિધ યૂનિવર્સિટી તેમજ બાયસેકની લાકાત કરી હતી. આ પહેલા તેમના દ્વારા વિદ્યા શિક્ષણ સમિક્ષા કેન્દ્રની પણ મૂ

|
Google Oneindia Gujarati News

નેશનલ એજ્યુકેશન કોન્ફરન્સના પહેલા દિવસે દેશભરમાથી આવેલા શિક્ષણ મંત્રીઓ તેમજ શિક્ષણ સચિવો દ્વારા ગુજરાતમાં શિક્ષણની વિવિધ યૂનિવર્સિટી તેમજ બાયસેકની લાકાત કરી હતી. આ પહેલા તેમના દ્વારા વિદ્યા શિક્ષણ સમિક્ષા કેન્દ્રની પણ મૂલાકાત કરી હતી.

JITU VAGAHANI
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિત વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રીઓ તથા તેમના પ્રતિનિધિઓએ આજે ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓઇન્ફોર્મેટિક્સ (BISAG), ગાંધીનગરની મુલાકાત લીધી.

BISAG
ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓઇન્ફોર્મેટિક્સ (BISAG)એ નકશા-આધારિત જીઓસ્પેશિયલ ઇન્ફર્મેશન સિસ્ટમ્સના અમલીકરણમાં સેવાઓ અને ઉકેલો પ્રદાન કરવા માટે ગુજરાત સરકારની રાજ્ય સ્તરની એજન્સી છે. BISAGનું SATCOM નેટવર્ક એ ઉપગ્રહ સંચાર આધારિત નેટવર્ક સેવા છે જે રાજ્યભરમાં દૂરવર્તી ક્રિયા-પ્રતિક્રિયા પૂરી પાડે છે. હાલમાં BISAG કૃષિ, જમીન અને જળ સંસાધન, વ્યવસ્થાપન, પડતર જમીન/વોટરશેડ વિકાસ, વનસંવર્ધન, આપત્તિ વ્યવસ્થાપન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણને લગતાં આયોજન અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે ભૌગોલિક-અવકાશી તકનિકોનો અમલ કરવા માટે કામ કરી
રહી છે.

SATCOMમાં અપલિંક અર્થ સ્ટેશન, કંટ્રોલ રૂમ, ટીવી સ્ટુડિયો અને પ્રાપ્ત વર્ગખંડોનું નેટવર્ક સામેલ છે. આ નેટવર્કનો ઉપયોગ માઈક્રોસોફ્ટ અને TCS દ્વારા આયોજિત .net અને java શિક્ષણ સત્રો માટે વ્યવહારુ તાલીમ પ્રસારિત કરવા માટે થાય છે.

ગુજરાત સરકાર દ્વારા વર્ષ-૨૦૦૮માં NFSUની રચના કરવામાં આવી હતી. જે અગાઉ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (GFSU)તરીકે ઓળખાતી હતી. મહત્વની સંસ્થાનો દરજ્જો ધરાવતી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી વિશ્વની પ્રથમ અને એકમાત્ર યુનિવર્સિટી છે, જે ફોરેન્સિક, બિહેવિયરલ, સાયબર સિક્યુરિટી, ડિજિટલ ફોરેન્સિક્સ અને સંલગ્ન વિજ્ઞાનને સમર્પિત છે. દેશમાં અને સમગ્ર વિશ્વમાં ફોરેન્સિક નિષ્ણાતોની વધતી માંગ સામે તીવ્ર અછતને પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે તેની સ્થાપના કરવામાં આવી હતી. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટી આઠ સ્કૂલમાં ૪૬ અભ્યાસક્રમો ચલાવી રહ્યું છે.
.

English summary
The National Education Conference will be inaugurated at the Mahatma Mandir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X