For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝૂલતા પુલનું મેન્ટેન્સ કરતી કંપનીના માલિકો ફરાર થયા? Oreva Farms ને તાળા લાગ્યા!

ઝૂલતો પુલ મોરબી માટે કરૂણાંતિકા સાબિત થયો છે. એક સાથે 140થી વધુ લોકોનો ભોગ લેનારો ઝૂલતો પુલ સંભાળતી કંપનીની ગંભીર બેદરકારીએ કેટલાક પરિવારોને ઉજાડી દીધા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મોરબી : ઝૂલતો પુલ મોરબી માટે કરૂણાંતિકા સાબિત થયો છે. એક સાથે 140થી વધુ લોકોનો ભોગ લેનારો ઝૂલતો પુલ સંભાળતી કંપનીની ગંભીર બેદરકારીએ કેટલાક પરિવારોને ઉજાડી દીધા છે. 50 થી વધુ બાળકો ભોગ બન્યા છે ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે બ્રિજનું સંચાલન કરતી કંપની ઓરેવાના માલિકોનો કોઈ પત્તો નથી. કંપનીની ઓફિસ પર પણ તાળા જોવા મળ્યા છે.

suspension bridge

મોરબીની દુર્ઘટનામાં પોલીસે અત્યારસુધીમાં 9 લોકોની અટકાયત કરી છે. આ 9 લોકોમાં ઓરેવા કંપનીના મેનેજર અને અન્ય સ્ટાફ સામેલ છે. આ સિવાય પણ પોલીસ કાર્યવાહી કરી છે. તમામ ઘટનાક્રમ વચ્ચે સૌથી મોટો સવાલ બ્રિજનું સંચાલન કરતી કંપની પર ઉઠી રહ્યો છે.

હવે સમાચાર આવી રહ્યા છે કે બ્રિજની કોન્ટ્રાક્ટ કંપની ઓરેવાની અમદાવાદ ઓફિસ પર તાળા લાગ્યા છે. ઓફિસે તાળા લાગ્યા બાદ તેના ફોટો વાયરલ થઈ રહ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે, આ કેસમાં પોલીસે ઓરેવા કંપનીના મેનેજર, બે ટિકિટ ક્લાર્ક, રિપેરિંગ કોન્ટ્રાક્ટર સહિત 9 લોકોની ધરપકડ કરી હતી. હાલ 50 લોકોની ટીમ સમગ્ર મામલાની તપાસમાં લાગેલી છે. આ કેસમાં કલમ 304, 308 અને 114 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

English summary
The owners of the suspension bridge maintenance company absconded?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X