અભિનેત્રી મોનલ ગજજર સાથે જાહેરમાં અભદ્ર વર્તન કરનારનો વીડિયો વાયરલ, અભિનેત્રીએ નોંધાવી ફરિયાદ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

મહિલા દિવસની ઉજવણીને લગતી તૈયારીઓ શહેરમાં જોશભોર ચાલી રહી છે અને સરકાર તથા એએમસી દ્વારા પણ કેટલાક કાર્યક્રમોનું તેમજ બેટી બચાઓના નવતર પ્રયોગ સ્વરૂપે નન્હી પરી અવતરણ કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો છે તેવા સમયે જ શહેરમાં એક શરમનજક ઘટના બની છે અને તે પણ ગુજરાતી ફિલ્મસની જાણીતી અભિનેત્રી મોનલ ગજજર સાથે. ગુજરાતી ફિલ્મસની જાણીતી અભિનેત્રી મોનલ ગજ્જરે જાહેરમાં અભદ્ર વર્તન કરનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. મોનલ ગજ્જર પોતાની ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેણે જણાવ્યું હતું કે આ ઘટના ગત રાતની છે જ્યારે તે અને તેની કઝિન પાયલ ગુલબાઈ ટેકરા ગયા હતા જ્યાં આ ઘટના બની હતી.

monal gujjar

ઘટના ફક્ત એટલી હતી કે અભિનેત્રી પોતાની ગાડી પાર્ક કરવા જઈ રહી હતી તે સમયે તેજ જગ્યાએ એક વ્યક્તિ જાહેરમાં લઘુશંકા કરી રહ્યો હતો. અને તેથી મોનલે ગાડીનું હોર્ન વગાડ્યું હતુ. તેથી તે વ્યક્તિ મોનલ સામે આવીને શું છે તેમ કહેવા લાગી અને મનલે જ્યારે કહ્યું કે આ જાહેર જગ્યા છે ત્યાં તમે જાહેરમાં પેશાબ ન કરી શકો. ત્યારે વ્યક્તિએ તોછડાઈ પૂર્વક જણાવ્યું હતું કે મૂતરવાન જગ્યા છે તો મૂતરવાનું જ હોય....

અને મોનલે વીડિયો ઉતારત તે વ્યક્તિ અભદ્ર તેમજ અશ્લીલ ગાળો બોલ્યો હોવાનું પણ મોનલે ફરિયાદમા નોંધાવ્યું છે. મોનલ ગજ્જર આઝે સવારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચી હતી. અને તેણે અભદ્ર વર્તન કરનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી યુનિવરસ્ટી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર આરય.પી.ચૌધરીએ જણાવ્ હતું કે અભિનેત્રીએ જે ફરિયાદનોંધાવી છે તે હેઠળ સંલગ્ન વ્યક્તિ સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અભિનેત્રી મોનલ ગજ્જરના વીડિયોમાં બતાવ્યા પ્રમાણે આ વ્યક્તિ ગમે તેમ બોલીને પોતાની ઝેરોક્ષની દુકાનમાં જતો રહે છે. મોનલ ગજ્જર ગુજરાતી તેમજ સાઉથની ફિલ્મની જાણીતી અભિનેત્રી છે અને તેણે સાઉથની ફિલ્મોમાં તેમજ ગુજરાતી મૂવિ આવ તારું કરી નાખું, થઈ જશે જેવી ફિલ્મોમાં કામ કરીને આઘવી ઓળખ ઉભી કરેલી છે.

English summary
The Person Misbehave with monal gujjar, video viral

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.