For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જસ્ટીસ ડી કે ત્રિવેદી પંચનો રિપોર્ટ આસારામને દિપેશ-અભિષેક મોત કેસમાં સજા સુધી પહોંચાડશે.

જસ્ટીસ ડી કે ત્રિવેદી પંચનો રિપોર્ટ આસારામને દિપેશ-અભિષેક મોત કેસમાં સજા સુધી પહોંચાડશે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

જોઘપુરમાં સગીરા સાથેને દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજા થઇ છે ત્યારે મોટેરા આશ્રમમાં આવેલા ગુરૂકુળમાં વર્ષ જુલાઇ 2008મમાં થયેલા દિપેશ અભિષેક મોત કેસમાં પણ હવે આસારામની મુશ્કેલી વધી શકે તેમ છે. કારણ કે રાજ્ય સરકારે જસ્ટીસ ડી કે ત્રિવેદી કમિશનની રિપોર્ટ આગામી ચોમાસુ સત્રમાં જાહેર કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે જુલાઇ 2013માં જસ્ટીસ ડી કે ત્રિવેદી કમિશન દ્વારા સરકારને સોંપી દેવામાં આવ્યો હતો પણ કોઇ કારણસર ભાજપ સરકારે આ રિપોર્ટને જાહેર કરવાની હિંમત કરી નહોતી જો કે હવે સરકારે ડેમેજ કંટ્રોલ કરવા માટે આ જાહેરાત કરી હોવાનું જાણવા મળ્યું છે.

asaram bapu

અભિષેકના પિતા શાંતિલાલ વાઘેલાએ કહ્યું કે મારા પુત્ર અને ભત્રીજા દીપેશની હત્યા તાત્રિંક વિધી માટે કરવામાં આવી છે અને પહેલા દિવસથી આસારામે તેની રાજકીય વગનો ખોટો ઉપયોગ કરીને કેસની તપાસ નબળી રીતે કરાવી હતી અને જેના કારણે ચાંદખેડા પોલીસ અને સીઆઇડી ક્રાઇમની તપાસમાં આસારામ સહિતના આરોપીઓને છાવરવામાં આવ્યા હતા. ત્યારે જસ્ટીસ ડી કે ત્રિવેદી કમિશનની તપાસમાં પણ અમને આશંકા છે કારણ કે છ વર્ષ પહેલા તપાસનો રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે તેમ છંતાય, હજુ સુધી જાહેર નથી કરાયો તે વાત જ સરકારની દાનત છતી કરે છે.

શાંતિલાલ માને છે કે દિપેશ અભિષેક કેસમાં સરકારને આસારામને બચાવવા માટે તમામ પાસાનો રાજકીય ઉપયોગ કર્યો છે અને બની શકે તે ડી કે ત્રિવેદી કમિશનનો રીપોર્ટ આસારામની વિરૂધ્ધ હોવાથી સરકાર ડરી ગઇ છે.

બીજી તરફ કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે સરકાર આ રિપોર્ટને આગામી સોમાસા સત્રમાં રજુ કરશે અને તેમાં જો આસારામ કે અન્ય સામેના ગુના સાબિત થવાના પુરાવા હશે તો સરકાર આસારામ બાપુ હોય કે અન્ય સાઘકો તમામ સામે આકરી કાર્યવાહી કરશે જ.

આ અંગે કોગ્રેસના નેતા શક્તિસિંહે ગોહિલે જણાવ્યું કે સરકારે આરોપીઓને બચાવવા માટે રાજકીય વગનો ઉપયોગ કરીને કમિશનને તપાસનું નાટક કર્યું છે અને હવે છ વર્ષ બાદ રિપોર્ટ જાહેર કરવામાં આવે તે પણ એક શરમજનક બાબત છે. આ રીતે સરકારે અનેક તપાસમાં કમિશન રચવાના નામે નાટક કર્યા છે.

English summary
The report of Justice DK Trivedi Commission will extend to Asaram's punishment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X