For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંબાજી ધામની પવિત્ર માટી અને જળ અયોધ્યા મોકલાશે

ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્યાતિભવ્ય રામ મંદિરનુ નિર્માણ થવા જઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્યાતિભવ્ય રામ મંદિરનુ નિર્માણ થવા જઈ રહ્યુ છે. જે અંતર્ગત વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આખા દેશની પવિત્ર નદીઓના જળ લાવવાનો તેમજ તીર્થ સ્થળોની માટી લાવવાનો અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. જેને અનુલક્ષીને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો શક્તિપીઠ મા અંબાના ધામમાં આવ્યા હતા અને અહીંથી માટી તેમજ પવિત્ર જળ પૂજા અર્ચના કરી તેમજ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા લઈ જવામાં આવ્યુ. જેનો મંદિર નિર્માણમાં અભિષેક કરવામાં આવશે.

ambaji

વિહિપના કાર્યકરે જણાવ્યુ હતુ કે વિશ્વહિંદુ પરિષદ દ્વારા દેશભરમાં અયોધ્યા મંદિરને ધ્યાનમાં રાખીને છેલ્લા 500 વર્ષના સંઘર્ષ અને 4 લાખથી વધુ લોકોના બલિદાન બાદ અયોધ્યામાં ભવ્ય મંદિર બનાવવાનો માર્ગ ખુલ્યો છે. હિંદુ સમાજનો વિજય થયો છે જે અતંર્ગત અયોધ્યાનુ મંદિર રાષ્ટ્ર મંદિર બને તે કલ્પનાથી તીર્થ સ્થળોની માટી તેમજ પવિત્ર નદીઓનુ જળ એકત્ર લાવવાનો કાર્યક્રમ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા કરવામાં આવ્યો છે.

શક્તિપીઠ દેવસ્થાન મા આરાસુરી અંબાજી માતાના સ્થાનમાં જ્યાં ભગવાન રામે રાવણનો વધ કરવા માટે બાણ ધારણ કર્યુ હતુ તેવા પવિત્ર સ્થળની માટી પ્રાપ્ત થયેલી છે. જે માટી અને જલાભિષેક કરીને રાષ્ટ્રમંદિરના નિર્માણમાં સહયોગ કરવામાં આવ્યો છે.

જામનગરમાં જોડિયામાં ગેરકાયદે જમીન ખનન પકડાયુજામનગરમાં જોડિયામાં ગેરકાયદે જમીન ખનન પકડાયુ

English summary
The sacred soil and water of Ambaji Dham will be sent to Ayodhya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X