For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોરબીમાં મચ્છુ ડેમ તુટવાની ઘટના બાદ 43 વર્ષે બની મોટી દુર્ઘટના, 90 કરતા વધારે લોકોના મોત

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે મોરબી ખાતે પહોચીને ઘટના સ્થળની સમિક્ષા કરી હતી તેમજ હોસ્પિટલ જઇને મૃતકોના પરિવાર સાથે તેમજ ઘાયલો સાથે વાત કરી હતી. અને સાંત્વના આપી હતી. મુખ્યમંત્ર

|
Google Oneindia Gujarati News

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે મોરબી ખાતે પહોચીને ઘટના સ્થળની સમિક્ષા કરી હતી તેમજ હોસ્પિટલ જઇને મૃતકોના પરિવાર સાથે તેમજ ઘાયલો સાથે વાત કરી હતી. અને સાંત્વના આપી હતી. મુખ્યમંત્રી દ્વારા મૃતકોના પરિવારને 4 લાખની અને ઘાયલો માટે 50 હજારની જાહેરાત કરવામાં આવી હતી.

Bhupendra patel

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકોના શ્રદ્ધાંજલી પાઠવી હતી. અને મૃતકો માટે એક લાખ રૂપિયાની જાહેરાત કરી છે. આવતી કાલના રાજ્ય પ્રધાનમત્રીનો કાર્યકર્તાઓ સાથેનો કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યો છે. તેમજ પ્રધાનમંત્રીનો રોડ શો પણ રદ્દ કરી દેવામાં આવ્યો છે.

મોરબી ઝુલતા પુલની દુર્ઘટના સંદર્ભે બચાવ રાહત કાર્ય માટે ભુજ અને જામનગરના ૬૦ તથા નેવીના ૫૦ જવાનો, ૩૩ એમ્બ્યુલન્સ, ૭ ફાયર એન્જિન તથા રાજકોટ મેડિકલ કોલેજ અને જિલ્લા ગ્રામ્ય વિસ્તારના ૩૦ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ

મોરીબીમાં સર્જાયેલી ઝુલતા પુલની દુર્ઘટના સંદર્ભે ઘાયલ થયેલા નાગરિકોની બચાવ- રાહત કામગીરીના હેતુસર ગરુડ સ્પેશિયલ ફોર્સ યુનિટ, જામનગરના કમાન્ડિંગ ઓફિસર વિંગ કમાન્ડર ચંદ્રશેખર તથા ભુજના ગરુડ સ્પેશિયલ ફોર્સ યુનિટના કમાન્ડિંગ ઓફિસર વિંગ કમાન્ડર ભાવેશ દુબે કુલ ૬૦ જવાનોના સ્ટાફ સાથે રાજકોટ ખાતે ઘાયલોની મદદ કરવા ઘટના સ્થળે જવા રવાના થઈ ચૂક્યા છે.

જામનગર નેવીના કેપ્ટન શ્રીકાંત ૫૦ માણસો અને બચાવ સાધનો સાથે મોરબી જવા રવાના થઈ ચૂક્યા છે. તદુપરાંત, રાજકોટ મેડિકલ કોલેજ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારના 30થી વધુ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ કોઈપણ પ્રકારની તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સેવા આપવા પહોંચી ગયા છે.૩૩ એમ્બ્યુલન્સ, ૭ ફાયર એન્જિન ઉપરાંત રાજકોટ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક યુદ્ધના ધોરણે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે, તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

English summary
The second biggest incident after the dam burst in Morbi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X