પંદરમી ગુજરાત વિધાનસભાનું છઠ્ઠુ સત્ર 19 ફેબ્રુઆરીથી મળશે
Gujarat Legislative Assembly Budget session 2025: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્ર વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આગામી તારીખ 19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે.
19 ફેબ્રુઆરીથી શરૂ થનારું બજેટ સત્ર 28 માર્ચ સુધી ચાલશે. જેમા કુલ 27 બેઠકો મળશે. 26 દિવસ ચાલનારા બજેટ સત્રમાં પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના સંબોધનથી શરૂઆત થશે.
ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ બજેટ સત્રના બીજા દિવસ 20 ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિધાનસભાનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે.

પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, આ વર્ષે રજૂ કરવામાં આવનાર બજેટ વઘુ સુવિધાજનક અને રાજ્યની વિકાસની નવી દિશા આપનારું હશે. વર્ષ 2025 ગુજરાતની પ્રગતિ માટે માઈલ સ્ટોન સાબિત થશે.
આ સત્રમાં સરકારી વિધેયકો, બિન સરકારી વિધેયકો, વિનિયોગ વિધેયક રજૂ થશે. આ ઉપરાંત માંગણીઓ અને પૂરક માંગણીઓ પર ચર્ચા કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
