For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યને 2 વર્ષમાં 8 નવી મેડિકલ કોલેજ મળશે

ગુજરાત સરકાર આગામી બે વર્ષમાં રાજ્યમાં આઠ નવી મેડિકલ કોલેજ સ્થાપવાનું આયોજન કરી રહી છે. તેઓ 1,200 MBBS બેઠકો ઉમેરશે, જે ગુજરાતમાં પ્રવર્તમાન બેઠકોની કુલ સંખ્યાના લગભગ 21 ટકાનું પ્રતિનિધિત્વ કરશે.

|
Google Oneindia Gujarati News

ગુજરાત સરકાર આગામી બે વર્ષમાં રાજ્યમાં આઠ નવી મેડિકલ કોલેજ સ્થાપવાનું આયોજન કરી રહી છે. તેઓ 1,200 MBBS બેઠકો ઉમેરશે, જે ગુજરાતમાં પ્રવર્તમાન બેઠકોની કુલ સંખ્યાના લગભગ 21 ટકાનું પ્રતિનિધિત્વ કરશે, એમ રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

હાલમાં, રાજ્યમાં લગભગ 30 કોલેજ છે, જેમાં 5,508 બેઠકો છે. જેના માટે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ (ACPUGMEC) પ્રવેશ પ્રક્રિયા હાથ ધરે છે. રાજ્યમાં બે ડીમ્ડ યુનિવર્સિટી હેઠળ અન્ય 300 બેઠકો છે, જેના માટે કોલેજ કક્ષાએ પ્રવેશ આપવામાં આવે છે, જેમાં ACPUGMECનો સમાવેશ થતો નથી.

medical

આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મોરબી, ગોધરા અને પોરબંદરમાં નવી મેડિકલ કોલેજ 2021-22માં શરૂ થવાની શક્યતા છે. નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા તપાસ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. નવી મેડિકલ કોલેજમાં દરેકમાં લગભગ 150 બેઠકોનો ઉમેરો થશે.

રાજ્યના આરોગ્ય વિભાગનો આગામી શૈક્ષણિક વર્ષમાં રાજપીપળા, નવસારી, જામ ખંભાળિયા, બોટાદ અને વેરાવળમાં નવી મેડિકલ કોલેજ શરૂ કરવાનો લક્ષ્યાંક છે, એમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલનો સંપર્ક કરવામાં આવતા તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો.

ગુજરાત સરકાર રાજ્યના દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ હોય તે સુનિશ્ચિત કરવાની યોજના પર કામ કરી રહી છે. આ માટે વિભાગે એવા જિલ્લાઓમાં સાત જેટલી વધારાની મેડિકલ કોલેજ સ્થાપવી પડશે કે જ્યાં એક પણ કોલેજ નથી.

આ દરખાસ્ત આગામી 5 વર્ષમાં દેશના દરેક જિલ્લામાં એક કોલેજ રાખવાના કેન્દ્રના વિઝનને અનુરૂપ છે. કેન્દ્રએ 2014 થી ભારતમાં 157 નવી મેડિકલ કોલેજને મંજૂરી આપી છે અને આ પ્રોજેક્ટ્સ પર રૂપિયા 17,691.08 કરોડનું રોકાણ કર્યું છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તાજેતરમાં જણાવ્યું હતું.

પૂર્ણ થવા પર લગભગ 16,000 અંડર ગ્રેજ્યુએટ મેડિકલ સીટ ઉમેરવામાં આવશે, તેમાંથી 64 નવી મેડિકલ કોલેજની કામગીરી સાથે 6,500 બેઠકો પહેલેથી જ બનાવવામાં આવી છે, એમ સરકારે જણાવ્યું હતું.

NMC, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ, આગામી વર્ષ સુધીમાં અંડર ગ્રેજ્યુએટ મેડિકલ બેઠકોની કુલ સંખ્યા લગભગ 82,500 થી વધારીને 1 લાખ બેઠકો કરવાની યોજના પર કામ કરી રહી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. દેશમાં લગભગ 550 મેડિકલ કોલેજો છે જે MBBS અભ્યાસક્રમો ઓફર કરે છે, જેમાંથી 49 સરકારી છે અને બાકીની સેલ્ફ ફાઇનાન્સ અને જાહેર ખાનગી ભાગીદારીના ધોરણે છે.

English summary
The Gujarat government is planning to set up eight new medical colleges in the state in the next two years. They will add 1,200 MBBS seats.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X