For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરેન પંડયા મર્ડર કેસઃ સુપ્રીમ કોર્ટે 12 આરોપીઓને દોષી ઠેરવ્યા

હરેન પંડયા મર્ડર કેસઃ સુપ્રીમ કોર્ટે 12 આરોપીઓને દોષી ઠેરવ્યા

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટે સીબીઆઈ અને ગુજરાત સરકાર ની અપીલ પર પોતાનો ફેસલો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાતના પૂર્વ ગૃહ મત્રી હરેન પંડ્યા હત્યાકાંડમાં તમામ 12 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી હરેન પંડયાની વર્ષ 2003માં હત્યા કરવાના આરોપનો સામનો કરી રહેલ 12 લોકોને છોડી મૂકવાના હાઈકોર્ટના ફેસલાને સીબીઆઈ પડકાર્યો હતો. ફેસલા બાદ સુપ્રીમકોર્ટે બિન સરકારી સંગઠનની અરજીને રદ્દ કરી દીધી જેમાં ન્યાયાલયની દેખરેખમાં હરેન પંડ્યા મર્ડરની નવેસરથી તપાસ શરૂ કરાવવાની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે તમામ આરોપીઓને આજીવન જેલની સજા ફટકારી છે.

supreme court

હરેન પંડ્યા ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી રાજ્ય સરકારમાં મંત્રી હતા. અમદાવાદના લૉ ગાર્ડન વિસ્તારમાં પોતાના ઘરની બાજુમાંથી તેઓ મોર્નિંગ વોક કરવા નિકળ્યા ત્યારે 26 માર્ચ 2003ના રોજ ગોળી મારી તેમની હત્યા કરી દેવામાં આવી હતી. સીબીઆઈ મુજબ રાજ્યમાં 2002માં સામ્પ્રદાયિક રમખાણોનો બદલો લેવા માટે તેમની હત્યા કરી દેવામાં આવી હતી.

જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટે સેશન કોર્ટનો 12 આરોપીઓ દોષિત હોવાનો 29 ઓગસ્ટ 2011ના ફેસલાને પલટાવી તમામ આરોપીઓને છોડી મૂક્યા હતા. ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે આ મામલે ગુજરાત હાઈકોર્ટના ફેસલાને પલટાવતાં સેશન કોર્ટના ચૂકાદાને યથાવત રાખ્યો અને તમામ 12 આરોપીઓને દોષિત જાહેર કર્યો.

ગુજરાતમાં ઝૂંપડામાં રહેતા ડ્રાઈવરને 200 કરોડ ટેક્સ ચોરીની નોટિસગુજરાતમાં ઝૂંપડામાં રહેતા ડ્રાઈવરને 200 કરોડ ટેક્સ ચોરીની નોટિસ

English summary
The Supreme Court on Friday convicted all the 12 accused in the 2003 Haren Pandya murder case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X