6 ઓક્ટોબરે નવી દિલ્હીમાં યોજાશે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 કર્ટેન રેઇઝર યોજાશે
Vibrant Gujarat Global Summit 2024 : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ને 20 વર્ષ પૂર્ણ થયા છે. આ બે દાયકાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આ સમિટ દેશના અન્ય રાજ્યો તેમજ વિશ્વ માટે પથ પ્રદર્શક બની છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ આઈડિયા, ઈમેજીનેશન અને ઈમ્પ્લીમેન્ટેશન (વિચાર, કલ્પના અને અમલીકરણ)ના મૂળ તત્વો આધારિત એક સંસ્થા તરીકે ઉભરી છે.
VGGS ની 10મી આવૃત્તિ ગુજરાતની મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન થી ગેટવે ટુ ધ ફ્યુચર (રોકાણો માટે સૌથી વધુ પસંદગીના સ્થળ થી ભવિષ્યના પ્રવેશદ્વાર) સુધીની સફર માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે, જે ન્યૂ ઇન્ડિયા ના વિઝનને આકાર આપશે.

સફળતાની સમિટ તરીકે વાઈબ્રન્ટ ગુજરાતના 20 વર્ષની ઉજવણી પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 6 ઓક્ટોબર, 2023ના રોજ નવી દિલ્હી ખાતે કર્ટેન રેઈઝર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કર્ટેન રેઈઝરમાં ગુજરાત રાજ્યના નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ઉદ્યોગ (MSME, કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન) રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ બે ભાગમાં યોજાશે :
1) કર્ટેન રેઇઝર ઇન્ટરેક્ટિવ સેશન (વાર્તાલાપ સત્ર)
2) મિશનના વડાઓ સાથે ઇન્ટરેક્શન એટલે કે વાર્તાલાપ
આ સત્રમાં વેલસ્પનના ચેરમેન બી. કે. ગોએન્કા દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવશે, જે બાદ ઓડિયો-વીડિયો ફિલ્મનું સ્ક્રિનિંગ થશે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંગેનું પ્રેઝન્ટેશન આપવામાં આવશે, અને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડના સેક્રેટરી રાજેશ કુમાર સિંઘ દ્વારા સંબોધન પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિઓ ગુજરાતમાં તેમના અનુભવો અંગે વાત કરશે. આ સાથે જ ગુજરાત સરકારના મુખ્ય સચિવ રાજ કુમાર અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં સંબોધન કરશે.
સાંજે ઈન્ટરેક્શન વિથ હેડ ઓફ મિશન એટલે કે મિશનના વડાઓ સાથે વાર્તાલાપ યોજાશે, જેમાં ભારત સરકારના વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંબોધન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ કર્ટેન રેઇઝર કાર્યક્રમ ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે તે જાન્યુઆરી 2024માં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે સગમ્ર દેશમાં અને વિશ્વમાં એક વાતાવરણ ઊભું કરશે, અને વિવિધ દેશો તેમજ ઉદ્યોગ અને વેપાર જગતના અગ્રણીઓને ગુજરાતમાં ગાંધીનગર ખાતે આયોજિત થનારી આ સમિટમાં ઉચ્ચ સ્તરીય સહભાગિતા માટે આમંત્રિત કરશે.
-
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે











Click it and Unblock the Notifications
