For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં સરકાર ગઠન માટે આ ત્રણ નેતાઓને જવાબદારી સોંપાઈ

રાજનાથ સિંહ સહિતના આ ત્રણ નેતાઓ સરકારના ગઠન પર નજર રાખશે. બીજેપીના સંસદિય બોર્ડે આ જવાબદારી સોંપી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : વિધાનસભા ચૂંટણીમાં ધમાકેદાર જીત બાદ હવે ગુજરાતમાં બીજેપીએ ફરીથી સરકાર બનાવવા માટે કવાયત શરૂ કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને તમામ મંત્રીઓએ રાજીનામાં રાજ્યપાલને સોંપી દીધા છે અને હવે નવી સરકાર રચવામાં આવશે. સરકાર બનાવવાની તૈયારી વચ્ચે બીજેપીએ રાજનાથસિંહ સહિતના ત્રણ મોટા નેતાઓને ગુજરાતમાં સરકાર બનાવવાની જવાબદારી સોંપી છે.

rajnath singh

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી વચ્ચે બીજેપીએ મોટી જીત મેળવી છે અને સરકાર બનાવવા જઈ રહી છે ત્યારે હવે બીજેપીએ કેન્દ્રના ત્રણ મોટા નેતાઓને દેખરેખની જવાબદારી સોંપી છે. ગુજરાતમાં ધારાસભ્યોની બેઠક અને મુખ્યમંત્રી પદની પસંદગીના નિરિક્ષક તરીકે રાજનાથ સિંહ, કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને કેન્દ્રિય મંત્રી અર્જુન મુંડાની પસંદગી કરી છે.

ભાજપના સંસદિય બોર્ડે આ નેતાઓને જવાબદારી સોંપી છે. અહીં તમને જણાવી દઈએ કે બીજેપીની નવી સરકાર 12 ડિસેમ્બરે શપથ લેવા જઈ રહી છે. ગાંધીનગર ખાતે યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી અને અમિત શાહ સહિત દેશભરના બીજેપીના તમામ મુખ્યમંત્રીઓ અને નેતાઓ હાજર રહે છે. આ માટે તૈયારીઓને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે.

English summary
These three leaders were entrusted with the responsibility of forming the government in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X