For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2019માં બધા ચૂંટણી પંડિતો ખોટા સાબિત થયા, જીતને પચાવવાની તાકાત હોવી જોઈએઃ પીએમ મોદી

લોકસભા ચૂંટણી 2019માં જીત મેળવ્યા બાદ પીએમ મોદી કાલે ગુજરાત પહોંચ્યા હતા.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019માં જીત મેળવ્યા બાદ પીએમ મોદી કાલે ગુજરાત પહોંચ્યા હતા. પીએમ મોદીના અમદાવાદ પહોંચવા પર લોકોએ તેમનુ જોરદાર સ્વાગત કર્યુ જો કે સુરત દૂર્ઘટનાના કારણે ઢોલ વગાડવામાં આવ્યા નહિ. પીએમે આ કાર્યક્રમને સુરત દૂર્ઘટનાના પીડિતોને સમર્પિત કરી દીધો. પીએમે ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કરીને તેમનો આભાર માન્યો.

આ પણ વાંચોઃ સુરત આગ: ગુજરાતમાં તમામ ટ્યુશન બિલ્ડિંગોમાં ફાયર સલામતી તપાસનો આદેશઆ પણ વાંચોઃ સુરત આગ: ગુજરાતમાં તમામ ટ્યુશન બિલ્ડિંગોમાં ફાયર સલામતી તપાસનો આદેશ

ગુજરાતના લોકોના આશીર્વાદ મારી તાકાત

પીએમે કહ્યુ કે સુરતમાં દૂર્ઘટનામાં ઘણા પરિવારોના દીપક બુઝાઈ ગયા. આ ઘટના પર જેટલુ દુઃખ વ્યક્ત કરવામાં આવે તેટલુ ઓછુ છે. પીએમે કહ્યુ કે સમય ઓછો હોવાના કારણે કાર્યક્રમ ટાળી શક્યા નહિ. તેમણે કહ્યુ કે માના આશીર્વાદ લેવા પણ જરૂરી છે. તેમણે કહ્યુ કે ગુજરાતના લોકોના આશીર્વાદ મારી તાકાત છે.

જીત પચાવવાની તાકાત હોવી જોઈએ

તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં એનડીએને મળેતી જીત પર કહ્યુ કે ગુજરાતમાં ભાજપ સતત બીજી વાર બધી સીટો જીતી છે. 2019ની ચૂંટણી ના ભાજપ લડી, ન મોદી લડ્યા, ના કોઈ બીજી નેતા. આ ચૂંટણીને જનતાએ લડી. તેમણે કહ્યુ કે લોકોમાં જીત પચાવવાની તાકાત હોવી જોઈએ. પીએમે કહ્યુ કે આગામી 5 વર્ષ દેશ માટે ખૂબ મહત્વના છે.

'આ વાત પર બધાએ મારી મજાક ઉડાવી'

પીએમે કહ્યુ કે ગુજરાતના વિકાસથી સમાજમાં નવો વિશ્વાસ પેદા થયો હતો. 2019 ની ચૂંટણીમાં બધા ચૂંટણી પંડિતો ફેલ થઈ ગયા. પીએમ કહેયુ કે છઠ્ઠા તબક્કાના મતદાન તેમણે કહી દીધુ હતુ કે એનડીએ 300 સીટો જીતશે. પીએમે કહ્યુ કે આ વાત પર બધાએ મારી મજાક ઉડાવી હતી. પીએમે ગુજરાતની જનતાનો આભાર માન્યો.

English summary
This election many pundits failed, Many people made fun of me, said pm modi in ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X