દક્ષિણ ભારતીય ઉત્સવનું હાટકેશ્વર કનેક્શન

Subscribe to Oneindia News

શ્રી બાલામુરુગન દેવસ્થાનમ ટ્રસ્ટના હાટકેશ્વરમાં આવેલા શ્રી કાર્તિક મંદિરથી પ્રસ્થાન કરીકાવડી તેમજ દુધના કળશની શોભાયાત્રામાં હજારો તમિલ શ્રધ્ધાળુઓ હાજર રહ્યા હતા. 351 તામિલ કાવડીઓ સાથે ૧૦૧ તામિલઓ દૂધ ભરેલા કળશ કુંભને માથે લઇ આ શોભાયાત્રામાં જોડાયા હતા. નોંધનીય છે કે અહીં વસતા તમિલ સમાજ દ્વારા આ પ્રથાને શરૂ કરવામાં આવી છે. જેમાં દર વર્ષે લોકો શ્રદ્ધા સાથે ભાવપૂર્ણ થઇને જોડાય છે. તમિલનાડુમાં આ પૂજાનું ભારે મહત્વ છે.

festival

૯ એપ્રિલ ૨૦૧૭ ના રવિવારે આ શોભાયાત્રા નિજ મંદિર થી સવારે ૭ કલાકે પ્રસ્થાન થઇ હતી. ખુલ્લા પગે કળશયાત્રા નકળતી હોવાના કારણે શોભાયાત્રા ના તમામ માર્ગો પર ટેન્કરના પાણી થી છંટકાવ કરાયો હતો. જે બાદ આ યાત્રા હાટકેશ્વર-ખોખરા-મણિનગર-અમરાઇવાડી ના તામિલ વિસ્તારોમાં ફરી હતી. આ શોભાયાત્રામાં વિવિધ તામિલ સમાજ ના લોકો જુદા-જુદા કરતબો કરવામાં આવ્યા હતા. જેણે ભારે આકર્ષણ જમાવ્યું હતું. જેને જોવા માટે માર્ગ પર હજારો લોકો જોડાયા હતા.

English summary
This Tamil Festival have Gujarat connection . Read more on it here.
Please Wait while comments are loading...