For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતનું આ નાનકડું ગામ ધરાવે છે દેશમાં સૌથી વધારે NRIs થાપણો

|
Google Oneindia Gujarati News

વડોદરા, 18 ડિસેમ્બર: આખા દેશમાં 90 હજાર કરોડની એનઆરઆઇ ડિપોઝિટ ધરાવતું કેરળ રાજ્ય સૌથી મોખરે આવે છે. જ્યારે ગુજરાતનું નાનકડું ધર્મજ ગામ 1,000 કરોડની એનઆરઆઇ ડિપોઝિટ સાથે ઊડીને સૌના આંખે આવ્યું છે.

આણંદ જિલ્લામાં આવેલું ધર્મજ ગામ વડોદરાથી 70 કિમી દૂર આવેલું છે, આ ગામની વસ્તી માત્ર 11,333 છે પરંતુ અહીં 13 જેટલી બેંકો કાર્યરત છે.

છેલ્લા ઘણા દાયકાઓથી આ ગામના એનઆરઆઇ ગામની બેંકો અને પોસ્ટ ઓફિસોમાં રૂપિયા જમા કરાવતા રહ્યા છે, અને આજે દિવસ એવો આવ્યો છે કે આ થાપણોનો આંકડો 1,000 કરોડ સુધી પહોંચી ગયો છે, જેની સાથે આ નાનકડું ધર્મજ ગામ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં સૌથી વધારે એનઆરઆઇ ડિપોઝિટ સાથે દેશનું સૌથી ધનિક ગામ બની ગયું છે.

dharmaj
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, વડોદરા ડિવિઝનના ડેપ્યુટી જનરલ મેનેજર આર એન હિર્વેએ જણાવ્યું કે આ ગામના એનઆરઆઇસ તેમના નાણાને બેંકમાં જ જમા કરવાનું પસંદ કરે છે, જેમાંની મોટાભાગની બેંકો સરકારી છે. એમ કરતા આ થાપણોનો આંકડો એક હજાર કરોડ સુધી પહોંચી ગયો છે. આ કારણે જ આણંદનું આ નાનકડું ગામડું આખા દેશમાં સૌથી શિક્ષિત અને સૌથી ધનિક ગામડામાં સ્થાન મેળવી શક્યું છે.

આ ગામમાં લગભગ 3 હજારથી વધારે પાટીદાર પરિવાર છે, જેઓ અહીં વૈભવી જીવન વિતાવે છે. ગામની અંદર રહેતા દરેક પરિવારનો એક સભ્ય વિદેશમાં વસવાટ કરે છે અને ઘણા દાયકાઓથી તે અહીં નાણા મોકલ્યા કરે છે.

અત્રે નોંધનીય છે કે આ ગામના 17,00 પરિવાર બ્રિટેનમાં, 300 અમેરિકા, 160 ન્યૂઝીલેન્ડ, 200 કેનેડામાં, અને 60 જેટલા પરિવાર ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરે છે. આ ગામમાંથી કુલ 3,120 પરિવારો વિદેશમાં વસવાટ કરે છે.

English summary
The tiny Dharmaj village in Anand district, about 70 km from here, has a population of only 11,333 but has as many as 13 banks. For the past several decades, NRIs in this village have been depositing money in banks and post offices and the kitty today has grown to over Rs 1,000 crore, making it one of the richest villages in the country and with the highest NRI deposits.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X