For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે ગુજરાત કોંગ્રેસ 'ઘરનું ઘર'નું સેમ્પલ હાઉસ રજૂ કરશે

|
Google Oneindia Gujarati News

gpcc-logo
અમદાવાદ, 8 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના પ્રથમ તબક્કાની આડે હવે માત્ર ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા તેની કામ કરવાની નિશ્ચયતા દર્શાવવા માટે આજે પોતાના 'ઘરનું ઘર'ની યોજના માટેનું સેમ્પલ હાઉસ રજૂ કરવાનું આયોજન કર્યું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારમાં ઢંઢેરાના ભાગરૂપે ગરીબ અને પછાત મહિલાઓને 'ઘરનું ઘર'ની યોજના અંતર્ગત ઘર આપવવાની ઘોષણા કરી છે.

આ માટે ગુજરાત કોંગ્રેસે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા કોંગ્રેસ હેટક્વાર્ટર રાજીવ ગાંધી ભવન ખાતે 'ઘરનું ઘર'ની યોજના માટેનું સેમ્પલ હાઉસ તૈયાર કરી દીધું છે.

કેન્દ્રીય કોર્પોરેટ અફેર્સ મંત્રી સચિન પાયલટ આજે અમદાવાદ આવશે અને સેમ્પલ હાઉસને ખુલ્લું મૂકશે. આ ઉપરાંત કેન્દ્રીય શહેરી વિકાસ પ્રધાન અજય માકેન પણ આજે એક પત્રકાર પરિષદને સંબોધન કરવાના છે.

આ ઉપરાંત શનિવારે કોંગ્રેસના આગેવાન સંજય નિરૂપમ પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. તેઓ સુરેન્દ્રનગર, નવસારી, બિલિમોરા અને સુરતમાં 8થી 10 ડિસેમ્બર, 2012 દરમિયાન ચૂંટણી સભાઓને સંબોધન કરશે.

English summary
Today Gujarat Congress showcase ‘Ghar nu ghar’ sample house.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X