For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે મુખ્યમંત્રીનો 66મો જન્મદિવસ, જાણો વિજય રૂપાણીની જાણી અજાણી વાતો

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજ રોજ એટલે કે 2 ઓગસ્ટના દિવસે 66મો જન્મ દિવસ છે. વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ, 1956ના રોજ તત્કાલિન બર્માના રંગૂન જે હાલ મ્યાનમારના યાગોનમાં જૈન વાણિયા પરિવારમાં થયો હતો.

|
Google Oneindia Gujarati News

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજ રોજ એટલે કે 2 ઓગસ્ટના દિવસે 66મો જન્મ દિવસ છે. વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ, 1956ના રોજ તત્કાલિન બર્માના રંગૂન જે હાલ મ્યાનમારના યાગોનમાં જૈન વાણિયા પરિવારમાં થયો હતો. તેમને પિતા રમણિકલાલ અને માતા માયાબેનના 7મુ સંતાન છે. તત્કાલિન બર્મામાં અસ્થિરતા ઊભી થવાને કારણે તેમને સહપરિવાર 1960માં રાજકોટ ખાતે આવી ગયા હતા. વિજય રૂપાણીએ અભ્યાસ દરમિયાન જ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.

કોલેજકાળમાં ABVPમાં જોડાયા

રાજકોટમાં રસિકલાલ એન્ડ સન્સ નામના ફર્મમાં વિજય રૂપાણીએ સ્ટોક બ્રોકર તરીકે કામ કરતા હતા. આ ફર્મ તેમના પિતા રસિકલાલ દ્વારા ઉભું કરવામાં આવ્યું હતું. જે બાદ વિજય રૂપાણીએ તેમના કોલેજકાળ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા હતા. જે બાદ વર્ષ 1971માં તેમને જનસંઘ સાથે જોડાયા હતા.

વિજય રૂપાણી

ઇમર્જન્સીના સમયે ભુજ અને ભાવનગરની જેલમાં હતા રૂપાણી

વિજય રૂપાણીને વર્ષ 1976માં લગાવવામાં આવેલી ઇમર્જન્સી દરમિયાન ભુજ અને ભાવનગરની જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. વર્ષ 1978થી 1981 સુધી RSSના પ્રચારક તરીકે પણ વિજય રૂપાણી ફરજ અદા કરી છે. 1987માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વિજય રૂપાણી પ્રથમવાર કોર્પોરેટર તરીકે ચૂંટાઇ આવ્યા, જે બાદ તેમને ડ્રેનેજ કમિટીના ચેરમેન પણ બનાવવામાં આવ્યા હતા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 1988માં તેમને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા અને 1995માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેમને વર્ષ 1996થી 97 એટલે કે એક વર્ષ સુધી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મેયર પદ સંભાળ્યું હતું.

વર્ષ 2006 થી 2012 સુધી રાજ્ય સભાના સાંસદ વિજય રૂપાણી

તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા, ત્યારે વર્ષ 2006માં વિજય રૂપાણીને ગુજરાત ટુરિઝમના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા હતા. વર્ષ 2006 થી 2012 સુધી રાજ્ય સભાના સાંસદ તરીકે વિજય રૂપાણીને દિલ્હી મોકલવામાં આવ્યા હતા. જે બાદ ગુજરાત પરત ફરતા તેમને વર્ષ 2013માં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.

વજુભાઇ વાળાએ આપ્યું રાજીનામુ ત્યારે વિજય રૂપાણીની થઇ એન્ટ્રી

વર્ષ 2014ના ઓગસ્ટમાં વજુભાઈ વાળાએ રાજીનામું આપતા રાજકોટ પશ્ચિમની બેઠકમાં વિજય રૂપાણીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ પેટા ચૂંટણીમાં વિજય રૂપાણીની મોટી લીડ સાથે જીત થઇ હતી.

આનંદીબેન પટેલની સરકારમાં હતા મંત્રી

વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો બહુમતીથી વિજય થયો હતો અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2014માં દેશના વડાપ્રધાન તરીકેની કાર્યભાર સંભાળ્યો હતો. જે બાદ રાજ્યના મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલની જાહેરાત કરવામાં આવી હતી. આનંદીબેન પટેલની સરકારમાં વિજય રૂપાણીને વાહન વ્યવહારનું ખાતુ સોપીને મંત્રી બનાવવામાં આવ્યા હતા. આ સાથે જ તેમને આર. સી. ફળદુ બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકેનો કારભાર પણ સોપવામાં આવ્યો હતો.

વિજય રૂપાણી

વર્ષ 2016થી રાજ્યના મુખ્યમંત્રી છે વિજય રૂપાણી

તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજીનામુ આપ્યા બાદ 7 ઓગસ્ટ 2016ના રોજ મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના નામની જાહેરાત કરવામાં આવી હતી. 7 ઓગસ્ટના રોજ જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જે બાદ વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 99 બેઠકો સાથે ભાજપનો વિજય થયો હતો. જે બાદ પણ મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીને યથાવત્ રાખવામાં આવ્યા હતા.

રાજકોટ શહેરમાં મહત્વના કાર્યક્રમોનું આયોજન

હાલ રાજ્ય સરકારના 5 વર્ષ પૂર્ણ થવાથી રાજ્ય સરકાર દ્વારા 9 દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિવસ નિમિત્તે રાજકોટ શહેરમાં મહત્વના કાર્યક્રમો સાથે સરકારના 5 વર્ષની ઉજવણી કરવામાં આવશે.

સોમવાર સવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરતા જણાવ્યું કે, "સંવેદના દિવસ" કોરોનાકાળમાં અનાથ બનેલ 3963 બાળકોને આર્થિક સહાય. સમગ્ર રાજ્યમાં 433 સેવા સેતુ કાર્યક્રમોની શરૂઆત. તમારી સરકાર આવી રહી છે તમારા આંગણે, સેવા સેતુ કાર્યક્રમનો ઉદ્દેશ એક પણ સાચો લાભાર્થી સરકારી લાભોથી વંચિત નહીં રહે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેમના જન્મ દિવસની શુભકામના આપી હતી. તેમને ટ્વીટ કર્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ. લોકોની સેવા માટે તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું.

English summary
Today is the 66th birthday of Gujarat Chief Minister Vijay Rupani. Vijay Rupani was born on August 2, 1956 in Rangoon, then Burma, to a Jain Vania family in Yagon, Myanmar. He is the 7th child of father Ramaniklal and mother Mayaben. His family moved to Rajkot in 1960 due to the instability in the then Burma. Vijay Rupani started her political career during her studies
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X