For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે મોઢેરાને ભારતનું પહેલું સૌર ઉર્જા સંચાલિત ગામ જાહેર કરશે PM મોદી

ભારતનું પહેલું સૌર ઉર્જા સંચાલિત ગામ એટલે ગુજરાતનું મોઢેરા. જેની હવે સત્તાવાર રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

ભારતનું પહેલું સૌર ઉર્જા સંચાલિત ગામ એટલે ગુજરાતનું મોઢેરા. જેની હવે સત્તાવાર રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા મોઢેરા ગામને રવિવારના રોજ દેશનું પ્રથમ સૌર ઉર્જા સંચાલિત ગામ જાહેર કરશે.

pm modi

મોઢેરા સુર્ય મંદિર માટે વિશ્વ પ્રસિદ્ધ છે. ગુજરાત સરકારે ટ્વીટ કર્યું છે કે, મોઢેરાના ઘકોમાં 1000 થી વધુ સૌર પેનલો લગાવવામાં આવી છે, જેના થકી ગામલોકોને 24 કલાક વીજળી મળે છે.

ઉલ્લેખનીય છે કે, ગ્રામવાસીઓને શૂન્ય ખર્ચે સૌર વીજળી પૂરી પાડવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમે ભારતમાં પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ વધારવાના વડાપ્રધાન મોદીના વિઝનને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં વિવિધ કલ્યાણકારી પ્રોજેક્ટ હેઠળ આ કાર્ય સુનિશ્ચિત કર્યું છે.

મોઢેરાનું સૂર્ય મંદિર એક સંરક્ષિત પુરાતત્વીય સ્થળ છે. મોઢેરાના સૂર્ય મંદિરને આજે 9 ઓક્ટોબરના રોજ 3-ડી પ્રોજેક્શનની સુવિધા મળશે.

ગુજરાત સરકારે માહિતી આપી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌર ઉર્જા દ્વારા સંચાલિત 3-ડી પ્રોજેક્શનને દેશવાસીઓને સમર્પિત કરશે. સૂર્ય મંદિરના થ્રી-ડી પ્રોજેક્શન દ્વારા બહારગામથી આવતા લોકોને મોઢેરાના ઈતિહાસ વિશે જણાવવામાં આવશે.

આ પ્રોજેક્ટ અંતર્ગત મંદિર પરિસરમાં હેરિટેજ લાઇટિંગ લગાવવામાં આવી છે. લોકો દરરોજ સાંજે 6 કલાકથી રાત્રે 10 કલાક સુધી લાઇટિંગ જોવા માટે મંદિરની મુલાકાત લઈ શકે છે. દરરોજ સાંજે 3-ડી પ્રોજેક્શન કરવામાં આવશે.

English summary
Today PM Modi will announce Modhera as India's first solar powered village
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X