
Today's Chanakya Exit Poll: બીજેપીને 150 સીટનો દાવો, જાણો AAPને કેટલી સીટ?
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન પુરૂ થયા પછી સતત એક પછી એક એક્ઝિટ પોલ આવી રહ્યા છે. આ તમામ પોલમાં ગુજરાતમાં બીજેપીની સરકાર બનતી જોવા મળી રહી છે. હવે જે એક્ઝિટ પોલ સામે આવ્યો છે તેમાં બીજેપીને 150 સીટ મળતી હોવાનો દાવો કરાયા છે.
ટુડે ચાણક્ય ન્યૂઝ24 એક્ઝિટ પોલમાં દાવો કરાયો છે કે ગુજરાતમાં બીજેપી 150 આસપાસ સીટ મેળવી શકે છે. આ પોલના આંકડા પર નજર કરીએ તો, ગુજરાતમાં ભાજપ 150 બેઠકો જીતી શકે છે. આ સિવાય કોંગ્રેસને 19 અને આમ આદમી પાર્ટીને 11 બેઠકો મળી શકે છે. આ સિવાય અન્યના ખાતામાં પણ 2 બેઠકો જઈ શકે છે.
રાજ્યમાં વોટ શેરની વાત કરીએ તો, 50 ટકા ગુજરાતીઓએ બીજેપીને મત આપ્યા છે. આ સિવાય કોંગ્રેસને 26 ટકા અને આમ આદમી પાર્ટીને 20 ટકા મત મળી શકે છે. તે ઉપરાંત 4 ટકા મત અન્યના ખાતામાં જઈ શકે છે.
અહીં તમને જમાવી દઈએ કે, ગુજરાતમાં 27 વર્ષથી બીજેપીની સરકાર છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ સૌથી ઓછી 99 સીટ જીતી હતી. હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા કોંગ્રેસને મોટો ઝટકો મળવાની સંભાવના છે. આ સિવાય બીજેપીના પણ ઘણા મત આમ આદમી પાર્ટીને મળી શકે છે.
એક તરફ આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કરી રહી છે તો બીજી તરફ બીજેપી અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીના અસ્તિત્વને સ્વીકારવા તૈયાર નથી. ત્યારે હવે જે આંકડા સામે આવી રહ્યા છે તે કોંગ્રેસ અને બીજેપી માટે ઝટકા સમાન છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી મોટો શેર કેપ્ચર કરતી જોવા મળી રહી છે.