train accident in gujarat : દાહોદ-આણંદ મેમુ ટ્રેનમાં લાગી આગ, મચી ગઇ નાસભાગ
train accident in gujarat : દાહોદમાં મોટો રેલવે અકસ્માત સર્જાયો છે. દાહોદ આણંદ 9350 મેમુ ટ્રેનના એન્જિનમાં જેકોટ રેલવે સ્ટેશન પર ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ટ્રેનના એન્જિનમાં લાગેલી આગની આગ બે ડબ્બામાં ફેલાઈ ગઈ હતી.
આ દરમિયાન ઘટનાસ્થળે નાસભાગ મચી ગઇ હતી. અત્યાર સુધી અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. સદનસીબે છેલ્લા ડબ્બામાં આગ લાગવાના કારણે બાકીના ડબ્બાઓનો આબાદ બચાવ થયો હતો.

ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને હાલમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, દાહોદ-આણંદ મેમુ ટ્રેન દાહોદથી ગોધરા તરફ જઈ રહી હતી.
ઉલ્લેખનીય છે કે, દરરોજની જેમ શુક્રવારના રોજ પણ મેમુ ટ્રેન નંબર 09350 સવારે 11.38 કલાકે મુસાફરોથી ભરેલી દાહોદથી 10 કિલોમીટર દૂર જેકોટ પહોંચી હતી. જેકોટ રેલવે સ્ટેશન પર ટ્રેન મુસાફરોને ઉતારી રહી હતી, ત્યારે અચાનક મેમુ ટ્રેનના એન્જિનને અડીને આવેલા પાછળના ડબ્બામાં નાસભાગ મચી ગઈ હતી.
એન્જિનની બાજુમાં આવેલા એસી કોચના પાર્ટ્સ લીકથઈ રહ્યા હતા, જે અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. રેલવે ડિવિઝનના અધિકારીઓને માહિતી મળતા જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દાહોદ ફાયર વિભાગને જાણ કરી તેમને બોલાવ્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
આગની ઘટનાના સમાચાર મળતા જ દાહોદ એએસપી સિદ્ધાર્થ પણ પોલીસ કાફલા સાથે જેકોટ ગામ પહોંચ્યો હતો. કલાકોની જહેમત બાદ આખરે આગ કાબૂમાં આવતા, ત્યાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.












Click it and Unblock the Notifications
