For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Trump India Visit: પીએમ મોદી સાથે સાબરમતી આશ્રમ જશે ડોનાલ્ડ ટ્રમ્પ

રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાના આ પ્રવાસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેશે.

|
Google Oneindia Gujarati News

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલો ભારત પ્રવાસ આજથી શરૂ થઈ રહ્યો છે. ટ્રમ્પનો આ પ્રવાસ ઘણી રીતે મહત્વનો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાના આ પ્રવાસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેશે. અમદાવાદ સિટી પોલિસ કમિશ્નર આશિષ ભાટિયાએ આ અંગની માહિતી આપી છે. પહેલા માનવામાં આવી રહ્યુ હતુ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સાબરમતી આશ્રમનો પોતાનો પ્રવાસ કેન્સલ કરી શકે છે. ટ્રમ્પ પાંચ વર્ષાં ભારતઆવનારા બીજા અમેરિકી રાષ્ટ્રપતિ છે. તેમની પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારત આવ્યા હતા. ઓબામા 26 જાન્યુઆરી 2015ના રોજ ગણતંત્ર દિવસ પરેડમાં ચીફ ગેસ્ટ તરીકે દિલ્લી પહોંચ્યા હતા.

Donald Trump
\

15 મિનિટ સુધી રોકાશે આશ્રમમાં

સાબરમતી આશ્રમ મહાત્મા ગાંધી તરફથી દેશની આઝાદી માટે ચલાવવામાં આવેલી ચળવળનુ પ્રદર્શન કરે છે. ટ્રમ્પ અને મોદી રોડ શો વચ્ચે જ આ આશ્રમનો પ્રવાસ કરશે. આશ્રમના સેક્રેટરી અમૃત મોદીએ જણાવ્યુ કે ટ્રમ્પ લગભગ 15 મિનિટ આ આશ્રમમાં વિતાવવાના છે. રોડ શો ઈન્ટરનેશનલ એરપોર્ટથી શરૂ થશે. ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ શુક્રવારે કહ્યુ હતુ કે, 'ટ્રમ્પના સાબરમતી આશ્રમની મુલાકાત માટે વ્હાઈટ હાઉસ જ કોઈ નિર્ણય લેશે. કમિશ્નર આશિષ ભાટિયાએ કહ્યુ, ટ્રમ્પ સોમવારે સવારે 11.30 મિનિટે અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેંડ કરશે. ટ્રમ્પને એરપોર્ટ પર ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવશે.' તેમણે જણાવ્યુ કે ટ્રમ્પ ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં હશે અને પછી રોડ શો માટે રવાના થશે.

ચીની રાષ્ટ્રપતિ અને જાપાનના પીએમ પણ પહોંચ્યા છે આશ્રમ

તેમણે આગળ કહ્યુ કે ટ્રમ્પ ત્યારબાદ સાબરમતી આશ્રમ જશે અને અહીં તે થોડા સમય માટે રોકાશે. આશ્રમથી ટ્રમ્પ પાછા રોડ શોમાં શામેલ થઈ જશે અને પછી ઈન્દિરા બ્રિજી થઈને તે મોટેરા સ્ટેડિયમ પહોંચશે. પીએમ મોદી અને ટ્રમ્પને સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને સંબોધિત કરવાનો છે. ભાટિયાના જણાવ્યા મુજબ સાબરમતી આશ્રમ પ્રવાસ પર પીએમ મોદી, ટ્રમ્પ સાથે રહેશે. તેમણે એ પણ જણાવ્યુ કે ટ્રમ્પ, નમસ્તે ટ્રમ્પમાં શામેલ થયા બાદ બપોરે 3.30 વાગે આગ્રા માટે રવાના થઈ જશે. આશ્રમમાં પણ ટ્રમ્પના આ હાઈ-પ્રોફાઈલ પ્રવાસ માટે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સાબરમતી આશ્રને ગાંધી આશ્રમ તરીકે જાણે છે અને વર્ષ 1917-1930 સુધી આ મહાત્મા ગાંધીનુ નિવાસ સ્થળ હતુ. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઉપરાંત જાપાનના પ્રધાનમંત્રી શિંજો અબે પણ આ આશ્રમનો પ્રવાસ કરી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ Trump India Visit: ટ્રમ્પ જેમાં આવી રહ્યા છે તે દુનિયાના સૌથી શક્તિશાળી એરક્રાફ્ટ વિશે જાણોઆ પણ વાંચોઃ Trump India Visit: ટ્રમ્પ જેમાં આવી રહ્યા છે તે દુનિયાના સૌથી શક્તિશાળી એરક્રાફ્ટ વિશે જાણો

English summary
Trump India visit: US President Donald Trump to visit Sabarmati Ashram with PM Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X