સુરતઃ આઇઓસી પ્લાન્ટમાંથી બે મૃતદેહો મળ્યાં

શનિવારે બપોરે આઇઓસીના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી. આગ પર કાબુ મેળવવા માટે 50 જેટલા ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા. સુરત ઉપરાંત વડોદરાના ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી રહી છે.
સૂત્રો અનુસાર આઇઓસીના 4 નંબરના ટેન્કમાં એક જોરદાર ધડાકા સાથે વિસ્ફોટ થયો હતો અને આગ લાગી હતી. ધડાકો દૂર સુધી સંભળાયો હતો અને આગ ચારથી પાંચ કિલોમિટર સુધી દેખાઇ રહી હતી. એક ટેન્કમાં આગ લાગ્યા બાદ તેના પર કાબુ મેળવ્યો ત્યાં જ આગ બીજા ટેન્કમાં પણ લાગી ગઇ હતી. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે કલેક્ટર કચેરીના અધિકારીઓ પર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લોકોને સલામત સ્થળે ખસેડવાનું કાર્ય હાથ ધર્યું હતું. રેપિડ એક્શન ફોર્સની પણ મદદ લેવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
