For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના મુંદ્રા પોર્ટ પહોંચ્યા અમેરિકાથી IAF માટે ચિનુક હેલીકોપ્ટર્સ

ઈન્ડિયન એરફોર્સ (IAF) માટે બે ચિનુક હેવી હેલીકોપ્ટર્સ સોમવારે ગુજરાત પહોંચી ગયા છે.

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન એરફોર્સ (IAF) માટે બે ચિનુક હેવી હેલીકોપ્ટર્સ સોમવારે ગુજરાત પહોંચી ગયા છે. આ હેલીકોપ્ટર્સ ગુજરાતના મુંદ્રા પોર્ટ પર પહોંચ્યા છે અને બંને હેલીકોપ્ટર્સ સંપૂર્ણપણે નવા છે. અમેરિકી કંપની બોઈંગ તરફથી આ વાતની અધિકૃત જાણકારી આપવામાં આવી છે. આઈએએફે 15 ચિનુક હેલીકોપ્ટર્સની ડીલ કરી છે અને આમાંથી પહેલા ચાર ચિનુક ફેબ્રુઆરીમાં આવ્યા હતા. આઈએએફે વર્ષ 2015માં 15 ચિનુક ઉપરાંત 22 અપાચે હેલીકોપ્ટર્સની ડીલ બોઈંગથી કરી હતી.

chinook

19 દેશોની વાયુસેના પાસે છે ચિનુક

બોઈંગ ઈન્ડિયાએ આ બાબતે એક ટ્વીટ કર્યુ અને લખ્યુ, 'આઈએએફ માટે બે નવા સીએચ-47 એફ (આઈ) ચિનુક હેલીકોપ્ટર્સ ભારત પહોંચી ગયા છે. આ એડવાન્સ્ડ મલ્ટી મિશન હેલીકોપ્ટર્સ ભારતની સેનાઓને રણનીતિક રીતે મજબૂત એરલિફ્ટ ક્ષમતા આપશે.' બોઈંગે જણાવ્યુ કે ચિનુક એક મલ્ટી મિશન હેલીકોપ્ટર છે. તેની પાસે હેવી પેલોડ્ઝ સાથે કોઈ પણ મિશન દરમિયાન હિમાલય સુધી દુશ્મન પર હુમલો કરવાની તાકાત છે. બોઈંગ મુજબ આ એરક્રાફ્ટને યુદ્ધમા ટેસ્ટ કરવામાં આવી ચૂક્યુ છે. આ ઉપરાંત દુનિયાના કોઈ પણ ભાગમાં હવામાનમાં આ ઓપરેટ કરવામાં સંપૂર્ણપણે સક્ષમ છે.

આઈએએફ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ ચિનુક હેલીકોપ્ટર 19 દેશોની વાયુસેનાઓ આ સમયે પ્રયોગ કરી રહી છે. આ હેલીકોપ્ટરનો ઉપયોગ મુખ્યતઃ ટ્રુપ્સ અને જરૂરી સૈન્ય સામાનને ટ્રાન્સપોર્ટ કરવા માટે ચિનુક હેલીકોપ્ટર્સને આઈએએફ સોંપવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમને ઈન્ડિયા-ચિનુક ટ્રાન્સફર સેરેમની નામ આપવામાં આવ્યુ હતુ. આ હેલીકોપ્ટર ચંદીગઢમાં તૈનાત રહેશે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધી સામે ટિપ્પણી કરીને ફસાયા સુબ્રમણ્યમ સ્વામી, 4 કેસ ફાઈલ થયાઆ પણ વાંચોઃ રાહુલ ગાંધી સામે ટિપ્પણી કરીને ફસાયા સુબ્રમણ્યમ સ્વામી, 4 કેસ ફાઈલ થયા

English summary
Two new heavy lift Chinook helicopters for Indian Air Force land in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X