
Gujarat rain update - ઉપરવાસમાં વરસાદ થવાથી ઉકાઇ ડેમમાં પાણીની આવક થશે
Gujarat rain update - ભારે વરસાદને કારણે હાલ મહારાષ્ટ્રમાં કહેર સર્જાયો છે. રાજ્યના ઘણા જિલ્લા પાણીમાં ગરકાવ થઇ ગયા છે. હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસમાં ભારે વરસાદ થશે, તેવી ચેતવણી આપી છે. મુંબઇ સહિત કોંકણના સમગ્ર વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે મહારાષ્ટ્રના ડેમ ઓવરફ્લો થતા તેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, જેનું પાણી ગુજરાતના ડેમના સંગ્રહ થશે.
હથનુર ડેમના તમામ 41 દરવાજા ખોલી દેવામાં આવ્યા
સતત વરસાદને કારણે મહારાષ્ટ્રમાં આવેલા હથનુર ડેમના તમામ 41 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ સાથે 1.30 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ સાથે હથનુર અને ઉકાઇ વચ્ચે આવેલા અન્ય ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે. આ પાણી છોડવાને કારણે ઉકાઇ ડેમ જે બે મહિનાથી ખાલી હતો, તે 2 દિવસમાં પાણીથી ભરાઇ જશે. ઉપરવાસમાં પહેલા વરસાદને કારણે ઉકાઇ ડેમમાં પાણીની આવક થશે.
આ રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ
25-26 જુલાઇ સુધીમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાનના પૂર્વ ભાગો, મધ્યપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત અને અંદમાન-નિકોબાર ટાપુ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને તમિલનાડુના કેટલાક ભાગોમાં અને કર્ણાટક, કેરળ અને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે.