For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલાની સરકરોએ અંદરોઅંદર લડાવી કાયદા વ્યવસ્થાના બૂરા હાલ કર્યા હતા. અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે સરદારની ભૂમિ એવા નડિયાદ ખાતે અંદાજિત રૂપિયા ૩૪૭ કરોડના ખર્ચે પોલીસ આવાસ નિગમ દ્વારા નિર્માણ

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે સરદારની ભૂમિ એવા નડિયાદ ખાતે અંદાજિત રૂપિયા ૩૪૭ કરોડના ખર્ચે પોલીસ આવાસ નિગમ દ્વારા નિર્માણ કરવામાં આવેલ ૯૨૫ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

AMIT SHAH

દેશના ગૃહ મંત્રી અમિતભાઈ શાહે, ગુજરાત દેશમાં પોલીસ સેટિસફેક્ષન રેશીઓમાં મોખરે છે તે માટે મુખ્યમંત્રી તથા તેમના સાથી ગૃહ રાજ્ય મંત્રી અને સમગ્ર રાજ્ય પોલીસ તંત્રને આત્મીય અભિનંદન આપતાં જણાવ્યું કે સ્વતંત્રતા મળી ત્યારથી અત્યાર સુધીમાં દેશના પોલીસ દળોના ૩૫ હજારથી વધુ જવાનોએ લોક સુરક્ષા અને સલામતી જાળવવા માટે સર્વોચ્ચ બલિદાનો આપ્યાં છે. હું નત મસ્તકે તેમની શહીદીનું સન્માન કરું છુ, દેશના આંતરિક સુરક્ષાના ઇતિહાસમાં તેમના નામ સુવર્ણ અક્ષરે લખાશે. તેમણે જણાવ્યું કે દેશે લડેલા સીમા સુરક્ષા માટેના યુદ્ધોમાં થયેલી શહાદત કરતાં દેશની આંતરિક સુરક્ષા માટે જાન આપનારા આ જવાનોની સંખ્યા વધુ છે. હું તેમને મનપૂર્વક અને માનપૂર્વક સલામી આપુ છું.

ગુજરાતે મને ઘડ્યો છે એવી લાગણી વ્યક્ત કરતાં અમિતભાઈ શાહે જણાવ્યું કે ભાજપ શાસન પહેલાના અસલામત અને અસુરક્ષિત ગુજરાતને મેં જોયું છે. ભૂતકાળની સરકારએ ગુજરાતમાં લોકોને અંદરોઅંદર લડાવીને કાયદો અને વ્યવસ્થાના બુરા હાલ કર્યા હતા.વર્ષના ૨૦૦ દિવસ રાજ્યના વિસ્તારો કરફ્યુ હેઠળ રહેતા અને બેન્કો, કારખાના, વ્યાપાર ધંધા બંધ રહેતા. રાજ્યના મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભાજપ સરકારોએ ગુજરાતને શાંત અને સલામત ગુજરાત બનાવ્યું.

રથયાત્રા શાંતિ અને ઉલ્લાસના વાતાવરણમાં નીકળે એવી સુખદ પરિસ્થિતિનું નિર્માણ કર્યું. માફીયાઓને જેલ ભેગા કરીને નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને સુરક્ષિત કર્યું એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષાના પાયામાં રહેલા અદના સૈનિકો એવા પોલીસ દળના જવાનોના કાર્યને બિરદાવતાં જણાવ્યું હતુ કે, પોલીસ દળના જવાનો ગુજરાતની સુખ -સમૃધ્ધિ અને સુરક્ષાના પાયાના પથ્થરો છે. ઠંડી હોય કે ગરમી હોય કે પછી વરસાદની પરિસ્થિતિ હોય કોઈપણ વિકટ પરિસ્થિતિમાં ગુજરાતની સુરક્ષાની ચિંતા કરી રહેલા પોલીસ દળના આ અદના સૈનિકોની સાથે તેમના પરિવારની પણ ચિંતા સરકાર કરી રહી છે. જેના પરીણામે રાજયમાં છેલ્લા બે દશકમાં રૂપિયા ૩૮૪૦ કરોડના ખર્ચે ૩૧ હજાર પોલીસ આવાસો અને ૧૫૨૫ બિનરહેણાંક મકાનો - પોલીસ સ્ટેશનો - કચેરીઓનું નિર્માણ થયું છે.

English summary
Union minister Amit Shah inaugurate The state police head quaters
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X