For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગર મહાત્મ મંદિર ખાતે કેન્દ્રના નાણાં વિભાગ દ્વારા CPSE પ્રદર્શન

આઝાદી કા અમૃત મોહત્સવ અંતર્ગત ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે CPSEs નું ત્રણ દિવસનું એક્સીબીશનનું આયોજન કરવામાં આવશે. આ એક્સીબિશન કેન્દ્રીય નાણાાં મંત્રી નિર્મલા સીતારમ દ્વારા ખુલ્લુ મુકલવામાં આવસે.

|
Google Oneindia Gujarati News

આઝાદી કા અમૃત મોહત્સવ અંતર્ગત ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે CPSEs નું ત્રણ દિવસનું એક્સીબીશનનું આયોજન કરવામાં આવશે. આ એક્સીબિશન કેન્દ્રીય નાણાાં મંત્રી નિર્મલા સીતારમ દ્વારા ખુલ્લુ મુકલવામાં આવસે.

Nirmla sitaramn

10 થી 12 જૂન સુધી આ પ્રદર્શનને જાહેર જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવશે. નાણાં મંત્રાલયના 6 થી 12 જૂન સુધીની આઇકોનીક સપ્તાહની ઉજવણીના ભાગરુપે ચાલી રહેલ આ પ્રદર્શનની સાથે આત્મનિર્ભર ભારત માટે CPSEની ભૂમિકા પર ચર્ચા કરવા માટે CEO-ગોળમેજીનું આયોજન કરવામાં આવ્યું છે. ૩૦ થી વધુ CPSE ના CMD 19મી જૂનના રો યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે.

મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને CSR જેવા મુદારી પર શ્રેણીબા વર્કશોપ, CPSE₨ની વાર્ષિક મૂલ્યાંકન પ્રણાલી, સૂક્ષ્મ અને નાના સાહસી (MSEs) પાસેથી પ્રાપ્તિ, સરકારી ઇ માર્કેટપ્લેસ (Ge) પર ચર્ચા વગેરે આયોજિત કરવામાં આવી રહ્યાં છે. વર્કશોપનો ઉદ્દેશ્ય તમામ હિતધારકોને એક પંચ પર એકસાથે લાવવાનો અને ભવિષ્યની કાર્યવાહીમાં અનુભવની વહેંચણી અને વ્યૂહરચના બનાવવાનો છે.

AKAM સમિતિના અધ્યક્ષ અને ઇન્ડિયન રેલવે ાઇનાન્સ કોર્પોરેશનનાં મેનેજીંગ ડીરેક્ટર અમિતાભ બેનર્જીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજીત થઇ રહેલાં પ્રદર્શન અને વિભિન્ન કાર્યક્રમોમાં ભાગ લઇ સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના 'જન ઉત્સવ માં સામેલ થવા સૌને અનુરોધ કર્યો હતી. કાર્યક્રમો વિશે વધુ જાણકારી આપતા બેનર્જીએ જણાવ્યું કે AKAM તાહ દરમિયાન, CPSE પાન ઈન્ડિયા "પ્લાન્ટેશન ડ્રાઈવ હાથ ધરાશે જેમાં તેમની ઓફિસ, ટાઉનશીપ, ઉત્પાદન એકમો વગેરેમાં 75,000 રોપાઓ વાવવામાં આવશે આ ઉપરાંત પસંદગીના CPSE ઇકો-ફ્રેન્ડલી રહેઠાણ અને કાર્યક્ષમ પાણી વ્યવસ્થાપન માટે તેમની ટાઉનશીપને મિની સ્માર્ટ સિટીમાં રૂપાંતરિત કરવા સંબંધિત પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન પ્રારંભ કરાશે. રાષ્ટ્ર નિર્માણમાં CPSE ના યોગદાન પર એક ટૂંકી ફિલ્મ પણ સપ્તાહ દરમિયાન 12 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.

English summary
Union Minister Nirmala Sitaram will open the exhibition
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X