For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં 50 ટકા છુટછાટ સાથે અનલોક પ્રક્રીયા શરૂ, CM રૂપાણી બોલ્યા- સ્થિતિ બગડી તો ...!

કોરોના વાયરસનો બીજો વેવ ધીમો પડી રહ્યો છે. દેશભરમાં કોરોના વાયરસ 1 લાખ કરતા પણ ઓછા આવી રહ્યા છે. આ સાથે ઘણા રાજ્યોએ પ્રતિબંધો હળવા કરી અનલોકની પ્રક્રીયા શરૂ કરી છે. ગુજરાત સરકારે પણ કોરોના મામલા ઓછા થતા અનલોકની પ્રક્રીયા

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસનો બીજો વેવ ધીમો પડી રહ્યો છે. દેશભરમાં કોરોના વાયરસ 1 લાખ કરતા પણ ઓછા આવી રહ્યા છે. આ સાથે ઘણા રાજ્યોએ પ્રતિબંધો હળવા કરી અનલોકની પ્રક્રીયા શરૂ કરી છે. ગુજરાત સરકારે પણ કોરોના મામલા ઓછા થતા અનલોકની પ્રક્રીયા હાથ ધરી છે. ગુજરાત સરકારે પાબંધીઓ હળવી કરતા ઘણી છુટછાટ આપી છે.

Vijay Rupani

જાણો શું - કેટલું ખુલ્લુ રહેશે

  • હોટેલ રેસ્ટોરન્ટ સવારે 7થી સાંજે 9 વાગ્યા સુધી 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે.
  • ટેકઅવે રાત્રે 9 વાગ્યા સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી થઇ શકશે.
  • દુકાનો સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.
  • લાઇબ્રેરી અને બાગ બગીચા, જીમ 50 ટકા કેપેસિટી સાથે ચાલુ કરી શકાશે.
  • સામાજિક રાજકીય અને ધાર્મિક કાર્યક્રમોમાં વધુમાં વધુ 50 લોકો હાજર રહી શકશે.
  • તમામ ધાર્મિક સ્થળો 50 લોકોની મર્યાદા સાથે ખુલ્લા રાખી શકાશે.
  • શહેરી અને એસટી બસને 60 ટકા મુસાફરોની કેપેસિટી સાથે ખુલ્લા રાખી શકાશે.
  • આ સમયગાળા દરમિયાન દરેકે કોરોના ગાઇડલાઇનનું સખતપણે પાલન કરવું પડશે.
  • આ નિયમો 11 જુનથી 26 જુન સુધી લાગુ રહેશે.

CM રૂપાણીએ કહી આ વાત

આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતુ કે કોરોનાના મામલા ઓછા થઇ રહ્યાં છે, આપણે કોરોના મુક્ત થઇ રહ્યાં નથી. કોરોના હજુ ચાલું જ છે તેથી લોકોને વિનંતી કરૂ છુ કે નિયમોને ગંભીરતાથી લઇ તેનુ પાલન કરે. લોકોને ખાસ જરૂર હોય તો જ ઘરની બહાર નિકળો. જો કોરોનાના કેસમાં વધારો થયો તો કડક પ્રતિબંધ લગાવતા ઘડીભરનો પણ વિચાર કરવામાં આવશે નહી.

English summary
Unlock: Unlock process started in Gujarat with 50 percent capacity
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X