For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નમસ્તે ટ્રમ્પઃ અમેરિકી વાયુ સેનાનું હરક્યૂલસ વિમાન અમદાવાદ પહોંચ્યું, સુરક્ષા ટુકડી હાજર

નમસ્તે ટ્રમ્પઃ અમેરિકી વાયુ સેનાનું હરક્યૂલસ વિમાન અમદાવાદ પહોંચ્યું, સુરક્ષા ટુકડી હાજર

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલાનિયા સાથે 24 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસ પર આવી રહ્યા છે. જેને લઈ અમેરિકા અને ભારતની સુરક્ષા એજન્સીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન અમેરિકી વાયુસેનાનું માલવાહક વિમાન હરક્યૂલસ વહેલી સવારે અમદાવાદ પહોંચી ગયું છે. આ વિમાનમાં ટ્રમ્પની સુરક્ષામાં સામેલ ગાડીઓ ઉપરાંત સ્નાઈપર, સ્પાઈ કેમેરા ઉપરાંત ફાયર સેફ્ટી સિસ્ટમ હાજર હતી.

aircraft

અગાઉ સિક્યોરિટી એરક્રાફ્ટ અમેરિકી પ્રેસિડેન્ટની વિશેષ સુરક્ષા ટુકઢીને લઈ રવિવારે અમદાવાદ પહોંચ્યું હતું. આ ટીમ વિશેષ સુરક્ષા ઉપકરણો સાથે પહોંચી છે. આ ટીમે સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક કરી સુરક્ષાના ઈંતજામોની સમીક્ષા કરી. 19 ફેબ્રુઆરીથી તમામ સુરક્ષાબળ અલર્ટ મોડમાં આવી જશે. અમેરિકી પ્રેસિડેન્ટની સુરક્ષા માટે પોલીસના 65 એડિશનલ સુપરિટેન્ડેન્ટ, 200 ઈન્સપેક્ટર, 800 સબ ઈન્સપેક્ટર અને 12 હજાર સિટી પોલીસના જવાનો તહેનાત રહેશે. એનએસજી, સેન્ટ્રલ ફોર્સ, એસપીજી, એલઆરડી, એસઆરપીએફ અને સીઆરપીએફ સહિત કુલ 25 હજાર જવાન તેમની સુરક્ષામાં તહેનાત રહેશે.

150 મિનિટ અમદાવાદમાં રોકાશે ટ્રમ્પ

ટ્રમ્પનું વિશેષ વિમાન એરફોર્સ-1 24 ફેબ્રુઆરીએ સવારે 11.55 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. જ્યાં પીએમ નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરશે. જ્યાંથી ટ્રમ્પ અને મોદી સાબરમતી આશ્રમ જશે. તેઓ બંને ત્યાં 25 મિનિટ રોકાશે. બંને બપોરે 1.15 વાગ્યે મોટેરા સ્ટેડિયમ પહોંચશે. મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પ અને મોદીના કાર્યક્રમ માટે એક લાખ લોકોને બોલાવવામાં આવ્યા છે. અહીં ટ્રમ્પના સ્વાગતથી લઈ સુરક્ષા સુધી વિશેષ ઈંતેજામ કરવામાં આવ્યા છે. સુરક્ષામાં 25 હજાર જેટલા જવાનો તહેનાત છે. તેઓ 150 મિનિટ અમદાવાદમાં રોકાશે. જે બાદ બપોરે 3.30 વાગ્યે બંને નેતા દિલ્હી જવા માટે રવાના થશે.

અમદાવાદમાં હવે 'કેમ છો ટ્રમ્પ નહિ, નમસ્તે ટ્રમ્પ'થી થશે ડોનાલ્ડ ટ્રમ્પનુ સ્વાગતઅમદાવાદમાં હવે 'કેમ છો ટ્રમ્પ નહિ, નમસ્તે ટ્રમ્પ'થી થશે ડોનાલ્ડ ટ્રમ્પનુ સ્વાગત

English summary
US Air force hercules aircraft airrives ahmedabad before donald trump's visit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X