For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વેક્સીન મહા અભિયાનનો પ્રારંભ

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વેક્સીન મહા અભિયાનનો પ્રારંભ

|
Google Oneindia Gujarati News

કોરોનાવાયરસે સમગ્ર દુનિયાને હેરાન- પરેશાન કરી મૂકી છે, સ્વાસ્થ્યની સાથે આર્થિક બાબતો પર પણ આ મહામારીએ હુમલો કર્યો છે ત્યારે આ મહામારી સામે લડવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશિલ છે. હવે ગુજરાત દ્વારા જલદીમાં જલદી બધાને વેક્સીન આપી શકાય તે ઉદ્દેશ્ય સાથે આજથી વેક્સીન મહા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

corona vaccine

વિશ્વના સૌથી મોટા વેક્સીન મહા અભિયાનની ખેડા જિલ્લામાં આજે શરૂઆત કરવામાં આવી. મહુધા સીએચસી ખાતે સાંસદ દેવુસિંહ ચૌહાણ તેમજ મહેમદાવાદ સીએચસી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણે મહા અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ દરમિયાન સાંસદ દેવુસિંહ ચૌહાણે લોકોને જિલ્લામાં 100 ટકા રસીકરણ થાય તે માટે અપીલ કરી છે.

ખેડા ઉપરાંત મહિસાગર જિલ્લામાં પણ આજથી કોરોના રસીકરણ મહા અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે. જિલ્લામાં 25 સ્થળોએ 60 વેક્સીનેશન બુથ પર રસીકરણ શરૂ છે. મહા અભિયાનનો પ્રારંભ કરાવતી વખતે મહિસાગર કલેક્ટર, ડીડીઓ સહિત ધારાસભ્ય જીજ્ઞેશ સેવક પણ ઉપસ્થિત રહ્યા. તેમણે નાગરિકોને નિઃશુલ્ક રસી લેવા માટે અપીલ કરી.

નોંધનીય છે કે આજથી રાજ્યના 5000 વેક્સીનેશન સેન્ટરો પર વેક્સીનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેતે વિસ્તારના ધારાસભ્ય, સંસદ સભ્યો, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ મહાનગર પાલિકા અને નગરપાલિકા સભ્યોએ વિવિધ સેન્ટરો પર દિપ પ્રાગટ્ય કરાવી રસીકરણના આ મહા અભિયાનની શરૂઆત કરાવી. આજથી સમગ્ર રાજ્યના વેક્સીનેશન સેન્ટર્સ પર લોકો ઓન ધી સ્પોટ રજિસ્ટ્રેશનથી વૉક-ઈન વેક્સિનેશનનો લાભ મેળવી શકશે.

English summary
Vaccine Maha Abhiyan started in 5000 vaccine centers of gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X