શિક્ષણ શુદ્ધિકરણ માટે મહાયજ્ઞ, ભાજપ સમેત ક્રોંગ્રેસી જોડાયા

Subscribe to Oneindia News

વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્યએ શિક્ષણના શુદ્ધિકરણ માટે મહાયજ્ઞ કર્યો હતો. રાજ્ય સરકારે સ્કુલ સંચાલકો પર અંકુશ લાવવા માટે વિધાનસભમાં ફી નિર્ધારણ બીલ પ્રસાર કર્યો હતો. કેટલીક ખાનગી સ્કૂલો ફી નિર્ધારણ બીલ મુજબ ફી સ્વીકારવા માટે ઇનકાર કરી રહી છે. જેને લઇ વડોદરા ધારાસભ્ય દ્વારા તેવા સંચાલકો માટે શિક્ષણના શુદ્ધિકરણ મહાયજ્ઞ યોજ્યો હતો.ભાજપના ધારાસભ્યએ યોજેલા મહાયજ્ઞમાં કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતા.

vadodara

રાષ્ટ્રીય મંત્રી સમેત યુવા નેતા ઋત્વજી પટેલ પણ હાજર રહ્યા હતા. જયારે કોંગ્રેસના નેતાને પૂછવામાં આવ્યું તેમના દ્વારા ઉડતો જવાબ આપવામાં આવ્યો હતો કે તે સારા કામ માટે ભાજપની સાથે છે. ભાજપના નેતા દ્વારા યજ્ઞ કરવામાં આવતા વડોદરાનો રાજકારણ ગરમાયો છે. ભાજપ દ્વારા ફી પર અંકુશ લાવવા માટે બીલ તો વિધાનસભામાં રજુ કરી પ્રસાર કરવામાં આવ્યું છે. છતાં હજુ કેટલાક સ્કુલના સંચાલકો દ્વારા ફી વસુલ કરવામાં આવે છે. હવે જોવાનું રહ્યું સરકાર દ્વારા આવી શિક્ષણ સંસ્થા સામે ક્યારે પગલા ભરશે.

English summary
Vadodara: BJP leader do special havan for Education. Read more on it.
Please Wait while comments are loading...