વડોદરા: પ્રેમી યુગલે ઝેરી દવા પી, આત્મહત્યા કરી

Subscribe to Oneindia News

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે અપરણીત યુવક અને પરિણીત યુવતીએ
આત્મહત્યા કરી. બંને પ્રેમી પંખીડાએ ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું હતું. બંને મૃતદેહ પાસેથી મળેલી સ્યૂસાઇડ નોટમાં પ્રેમસંબંધ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે 3 મહિના પછી મને ખબર પડી કે તે મને દગો કરે છે. મારી સાથે પ્યારનું નાટક કરે છે. યુવકે નોટમાં લખેલુ લખાણ અનેક સવાલો ઉભા કરે છે. આ મામલે પાદરા પોલીસે તપાસ હાથ ધરી છે.

lover couple

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે ગામની હાઇસ્કૂલની પાછળની ગૌ-શાળાની ખુલ્લી જગ્યામાં બે લાશોને કુતરા ફાડી ખાતા હોવાની જાણ ગામના વ્યક્તિઓએ જાણ ગ્રામ પંચાયતના સદસ્યને કરી હતી. જેથી તેઓએ પાદરા પોલીસને જાણ કરતા પેલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ કરતા યુવક યુવતીને લાશોને કુતરાં ફાડી ખાતા હતાં. તપાસ કરતા મૃતદેહ પાસેથી ઝેરી દવાનો બોટલ મળી આવી સાથે એક ડાયરીમાં સ્યૂસાઈટ નોટ પણ લખી હતી. આ સ્યૂસાઇડ નોટમાં બંનેને પ્રેમ સંબંધ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ડાયરીમાં બંનેના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મરનાર યુવક નામ ભાઈલાલ પરમાર (ઉં.વ.31) જે ચાણસદ ગામે વણકરવાસમાં રહેતો હતો. કપિલાબેન રાઠોડ ઉં.વ.31 જે મૂળ ચાણસદની અને વાછરા તાલુકાના રોઝાટંકારીયા ગામે તેના લગ્ન કર્યા હોવાનું જાણવા મળ્યુ છે. સાથે પરિણીત કપિલા ઉર્ફે ચકુ મરનાર ભાઈલાલ પરમારના ભાઈ કિશોરભાઈની સાળી હોવાનું બહાર આવ્યું હતું. ગત 12મીએ રોઝા ટંકારીયાથી તે ગુમ થઈ હતી.

English summary
One Man and one woman done suicide. Read here why.
Please Wait while comments are loading...