વડોદરા નંદેસરી વિસ્તારની ફેક્ટરીમાં ભયાવહ આગ, 4 ના મોત

Subscribe to Oneindia News

વડોદરાના નંદેસરી વિસ્તારની એક ફેક્ટરીમાં ભારે આગ ફાટી નીકળતા 4 કર્મચારીઓના મોત થયા હતા. જ્યારે 6 વ્યક્તિની હાલત હજુ પણ અતિગંભીર જણાવાઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે વહેલી સવારે 5 થી સાડા પાંચના સુમારે GSP Crop Science કંપનીમાં સી પ્લાન્ટમાં ધડાકા સાથે આગ લાગી હતી. કોઈ યાંત્રિક ખામીને કારણે આ સમગ્ર ઘટના ઘટી હતી. કંપનીમાં જ્વલનશીલ પ્રવાહી કે ઘન પદાર્થ રાખવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તારણ છે. તેના પગલે જ આગ લાગી હતી.

vadodara

આ આગને પગલે નંદેસરી ફાયર બિગ્રેડ તેમજ વડોદરા ફાયર બિગ્રેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આ ફાયરના જવાનોએ ભાર જહેમત બાદ લગભગ પોણા બે કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગ કયા કારણોસર લાગી તેની તપાસ માટે પોલીસ અને એફએસએલ હાલ ઘટનાસ્થળે છે અને ઘટનાની તપાસ શરૂ કરી છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી ઘણાની હાલત અતિગંભીર જણાવાઈ રહી છે. જીએસપી કંપનીમાં લાગેલી ભીષણ આગ એટલી વિકરાળ હતી કે ફાયર સેફ્ટી સિસ્ટમ કામ લાગી નહોતી અને તેની અસર કંપનીના આજુબાજુના બે પ્લાન્ટને પણ તેની અસર થઇ હતી. આ ઘટના બાદ તકેદારી સ્વરૂપે આજુબાજુની કંપનીઓ બંધ કરવામાં આવી હતી.

English summary
Vadodara: Major fire in GSP company in Nandesari GIDC, 4 dead.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.