For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં સ્કર્ટ પહેરવા પર પ્રતિબંધ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

short-dress
વડોદરા, 1 ફેબ્રુઆરી: ગુજરાતની સાંસ્કૃતિક નગરી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં મર્યાદા નામે વિદ્યાર્થીઓનીઓને સ્કર્ટ પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એમ એસ યુનિવર્સિટીમાં ચાલી રહેલા યુવા મહોત્સવમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને એક સાથે રજૂઆત કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. યુનિવર્સિટી ફેકલ્ટીએ એન્યુઅલ યુથ ફેસ્ટીવલ ઈનોવીઝન 2013 માટે કેટલાક આ પ્રકારના નિયમોની યાદી તૈયારી કરી છે.

28 જાન્યુઆરીથી શરૂ થનાર આ ફેસ્ટિલમાં ત્યારે આ પ્રકારની પરિસ્થિતી સર્જાઇ કે જ્યારે એક છોકરી સ્કર્ટ પહેરીને સોલો ડાન્સ કરી રહી હતી. આ છોકરીને સ્ટેજ પરથી પાછી મોકલી દેવામાં આવી હતી. તે પરત ફરવાની પરવાનગી ત્યારે મળી કે જ્યારે તેને જીન્સ પહેર્યું.

ફેસ્ટિવલ દરમિયાન કાગળ વહેંચવામાં આવ્યાં હતા જેમાં ફેસ્ટિવલ અંગેના કાયદા લખ્યા હતા. આ કાગળમાં સ્પષ્ટપણે ચેતાવણી આપવામાં આવી હતી કે ફેસ્ટિવલમાં પરર્ફોમન્સ આપવા માટે પહેરવેશ પર ધ્યાન આપવું પડશે. ફેસ્ટિવલનું કોઓર્ડિનેટ કરી રહેલા શિક્ષકના આ અંગે પૂછવામાં આવતાં તેમને કહ્યું હતું કે આ ફક્ત છેડતી અને અશિષ્ટતા રોકવા માટે કરવામાં આવ્યું છે.

ડીન ડૉ. જ્યોતિ અચંતાએ કહ્યું હતું કે ' અમે આત્મવિશ્વાસ તોડી રહ્યાં નથી પરંતુ અમે ઇચ્છિએ છે કે આ કોઇ અપ્રિય ધટના નથી. લાઇવ શો દરમિયાન સ્ટેજ ઘણી નજીક હોય છે, આવા સમયે અમે ઇચ્છીએ છીએ કે મર્યાદા જળવાઇ રહે. અચંતાએ કહ્યું હતું કે કપલ ડાન્સ રોકવાનો નિર્ણય ગત વર્ષે કરવામાં આવ્યો હતો, કારણ કે ગત વર્ષે સ્ટેજ પર ડાન્સ કરતાં કપલે ડાન્સ કરતાં કરતાં એકબીજાને કિસ કરી દિધી હતી.

જો કે એમ એસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર યોગેશ શાહ આ પ્રકારના નિયમો સાથે સહમત નથી. યોગેશ શાહનું કહેવું છે કે આ પ્રકારનો ડ્રેસ બીજે ક્યાંક તો પહેરવામાં આવશે આવા નિયમોને અમલમાં મુકવાનો કોઇ અર્થ નથી.

English summary
A young boy and a girl can't dance together on stage as a couple! A girl student cannot perform western dance wearing shorts, frock or skirt! These are the new set of rules introduced by MS University.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X