વડોદરા એમ.એસ યુનીવર્સીટીમાં બીજા દિવસે થયો હોબાળો

Subscribe to Oneindia News

વડોદરાના એમ. એસ યુનીવર્સીટીમાં આજે મંગળવારે પણ હોબાળો થયો હતો. એબીવીપી અને NSUIના વિદ્યાર્થીઓ વચ્ચે રજુઆતને લઇને હંગામો થતાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે એબીવીપી અને NSUI સંગઠનના વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.એમ એસ યુનિવર્સિટીમાં આજે હેડ ઓફીસ ખાતે રજૂઆત કરવાને લઇને બંને NSUI અને એબીવીપી કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે બંને ગ્રુપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવા માટે પરવાનગી લેવામાં ન આવતા પોલીસે વિદ્યાર્થીઓને ખસેડવાનો પ્રયાસ કર્યો હતો તેમાં પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું.

msu student protest

પોલીસે યુનિવર્સિટીના એબીવીપી અને NSUIના 15 જેટલા કાર્યકરો સહીત વિદ્યાર્થી નેતાઓની અટક કરી હતી.નોંધનીય છે કે એમ એસ યુનિ.માં સોમવારે કોમર્સ ફેકલ્ટીમાં ABVP-NSUI વચ્ચે પણ ઘર્ષણ થયું હતું. ગુલમોહર વિવાદને લઇને આ મતભેદ શરૂ થયો હતો. એબીવીપીના વિદ્યાર્થીઓ દેશ વિરોધી લોકોને દૂર કરવા માટે દેખાવો કરી રહ્યા હતા. જેને NSUIના કાર્યકરોએ અટકાવતા મારામારી થઇ હતી.

English summary
Vadodara: MSU student and ABVP worker fight on protest. Read more here.
Please Wait while comments are loading...