વડોદરાના નેશનલ હાઇવે પર 60 લાખનો દારુ ઝડપાયો

Subscribe to Oneindia News

ગુજરાતમાં અવાર નવાર ગેરકાનૂની રીતે દારૂ ધુસાડતા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવે તેવા કિસ્સા બનતા રહે છે. ત્યારે રાજ્ય પોલિસના સ્ટેટ વિજીલયન્સ બ્રાન્ચ દ્વારા સોમવારે મોડી રાતે વડોદરા નેશનલ હાઇવે 8 પરથી બાતમી ના આધારે ગોવાથી ગુજરાત રાજ્યમાં લાવવામાં આવતો દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સ્ટેટ વિજીલયન્સ દ્વારા બાતમી ના આધારે વડોદરાના હારણી પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર માંથી કન્ટેરમાં છુપાડીને આ દારૂ ગેરકાનૂની રીતે ગુજરાતમાં લાવવામાં આવ્યો હતો. આ પોલીસ રેડમાં કુલ 98 હજાર વિદેશી દારૂની બોટલ પકડવામાં આવી છે. તેમજ એક કન્ટેનર પણ પોલીસે કબ્જે કર્યું છે.

liquor

નોંધનીય છે કે પોલીસે આ સમગ્ર મુદ્દામાલમાં 60 લાખનો દારૂ અને 20 લાખની કિંમતનું એક કન્ટેનર ઝડપી પાડ્યું છે. તેમજ ટ્રકના ચાલક અને ક્લીનર એમ બે આરોપીને પોલીસે પકડ્યા છે. જો કે વડોદરા પોલિસના હદ વિસ્તારમાંથી વિજીલયન્સ બ્રાન્ચ દ્વારા રેડ કરીને મોટી માત્રમાં દારૂ પકડી પાડતા શહેર પોલિસની કામગીરી અંગે શંકાર પણ અનેક સવાલો ઉભા થયા હતા જોકે આ દારૂ ગુજરાત માં ક્યાં લાઇ જવાતો હતો તે દિશા માં પોલીસ હાલ તપાસ કરી રહી છે

English summary
Vadodara: Police seized worth 60 lakhs liquor. Read more on this.
Please Wait while comments are loading...