For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતને મળ્યા પાંચ એવોર્ડ , વડોદરાની શ્રેષ્ઠ ઉભરતા શહેર તરીકે પસંદગી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 24 ફેબ્રુઆરી: નવી દિલ્હી ખાતે યોજાએલ ઈન્ડિયા ટુડે બેસ્ટ સીટી એવોડ્‌ર્સ ૨૦૧૩માં ગુજરાતનાં શહેરોએ વિવિધ શ્રેણીઓમાં પાંચ એવોર્ડ જીતી લીધા હતા. વડોદરાની પસંદગી 'ઓવરઓલ બેસ્ટ ઈમર્જીંગ સીટી (શ્રેષ્ઠ ઉભરતા શહેર) તરીકે થઈ હતી, જ્યારે ગાંધીનગર અને સુરતને 'ક્રાઈમ એન્ડ સેફ્ટી'ની શ્રેણીમાં શ્રેષ્ઠ શહેરો તરીકેનો, રાજકોટને આવાસ અને વાહનવ્યવહાર માટેનો તથા વડોદરાને જનસુવિધાઓ માટેનો વધુ એક એવોર્ડ મળ્યો હતો. ગુજરાતનાં શહેરી વિકાસ અગ્રસચિવ આઈ.પી.ગૌતમે કેન્દ્રિય શહેરી વિકાસપ્રધાન કમલનાથનાં હસ્તે આ પાંચેય એવોર્ડ ગ્રહણ કર્યા હતા.

શ્રેષ્ઠ શહેરોની પસંદગી માટે ૫૦ શહેરોનો એક સર્વે કરવામાં આવ્યો હતો, અને તેમાંથી છેવટે ૧૭ શહેરોને પસંદ કરવામાં આવ્યા હતા, જેમાંથી પાંચ શહેરો ગુજરાતનાં હતા. આ એવોર્ડ સમારંભમાં ગુજરાતનાં નિવાસી કમિશ્નર શ્રી ભરત લાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળ છેલ્લા દશકમાં ગુજરાતે શ્રેષ્ઠતમ આંતરમાળખાકિય સુવિધાઓ ઉભી કરી છે. ગુજરાતનાં શહેરોમાં ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સુઆયોજનબધ્ધ વિકાસ સાધવામાં આવી રહ્યો છે.

best-cities-awards

જળવ્યવસ્થાપન, આપત્તિ વ્યવસ્થાપન, આરોગ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને ઔદ્યોગિક વિકાસ સહિતનાં ક્ષેત્રોમાં નવતર પગલાઓ લેવામાં આવ્યા છે, જેનો અભ્યાસ અને અમલીકરણ દેશનાં અન્ય રાજ્યોમાં પણ કરવામાં આવ્યું છે. હજી તાજેતરમાં જ આઇબીએન7 ડાયમંડ સ્ટેટ્‌સ એવોર્ડમાં ગુજરાતને નાગરિક સલામતી માટે શ્રેષ્ઠ મોટા શહેરનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

English summary
Gujarat has been adjudged with five prestigious “India Today- Best City Awards-2013” in different categories at a function held here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X