For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના એવા સ્થળો જ્યાં જઇને તમારો પ્રેમ થશે વધુ પ્રગાઢ

By Rakesh
|
Google Oneindia Gujarati News

14 ફેબ્રુઆરી એટલે કે પ્રેમનો દિવસ. વેલેનટાઇન ડે તરીકે વિશ્વભરમાં ઉજવાતા આ દિવસે પ્રેમી યુગલો ખાટા-મીઠા સ્મરણોને યાદ કરવાની સાથે એક એકાંતમય સુંદરપળ પોતાના પ્રેમી કે પ્રેમિકા સાથે વિતાવવા તત્પર હોય છે. પ્રેમ અને હુંફથી ભરેલા આ દિવસને યાદગાર બનાવવા માટે પ્રેમી યુગલો ફરવાનું આયોજન બનાવે છે. કોઇક પોતાના શહેરમાં આવેલા આવા રોમેન્ટિક પ્લેસિસે જવાનું પસંદ કરે છે તો કેટલાક પોતાના શહેરની આસપાસ આવેલા અથવા તો ગુજરાતમાં આવેલા અન્ય એવા રોમેન્ટિક પ્લેસિસે જઇને પોતાના પ્રેમને વધુ પ્રગાઢ અને મજબૂત બનાવવાની ઇચ્છા ધરાવતા હોય છે. અમદાવાદ હોય, વડોદરા, સુરત કે પછી રાજકોટ હોય કે અન્ય નાના શહેરો હોય. પ્રેમીઓ એકાંત મળે તેવા સ્થળો અત્યારથી જ શોધી રહ્યાં હશે અથવા તો તેમણે શોધી પણ લીધા હશે. અહીં એવા જ કેટલાક સ્થળો વિશે આછેરી માહિતી આપવામાં આવી છે કે, જ્યાં તમે તમારી પ્રેમિકા અથવા તો પ્રેમી સાથે જઇને તમારા પ્રેમને વધુ મજબૂત બનાવી શકો છો.

અમદાવાદની વાત કરીએ તો આમ તો મોટા ભાગે આજની યુવાપેઢી સિનેમા હોલ કે પછી મોલમાં પોતના પાર્ટનર સાથે હરતી ફરતી જોવા મળે છે પરંતુ જ્યારે વાત પ્રેમના ખાસ દિવસની આવે ત્યારે તેઓ પણ એવી કોઇ ચોક્કસ જગ્યા કે સ્થળે જવાનું વધારે પસંદ કરે છે જ્યાં તેમના પ્રેમમાં કોઇ વિક્ષેપના ઉદ્દભવે કે પછી તેમની આસપાસનું વાતાવરણ પણ પ્રેમથી ભરપૂર હોય. અમદાવાદમાં રિવરફ્રન્ટ, અડાલજની વાવ, વસ્ત્રાપુર લેક, કાંકરિયા લેક, પરિમલ ગાર્ડન, લો ગાર્ડન, અટિરા ગાર્ડન, પ્રહલાદનગર ગાર્ડન, યુનિવર્સિટીનો પાછળનો રોડ, તિરુપતિ ગાર્ડન, ગ્રીનવૂડ વૈષ્ણોદેવી મંદિર પાસે, થોર, નળ સરોવર, ઇદ્રોડા પાર્ક(ગાંધીનગર),વોટર પાર્ક, અમદાવાદી ચાની કિટલી, સીસીડી, જૈન કાપે, બરિસ્તા, ચોકલેટ રૂમ, વિગેરે એવા સ્થળો છે કે જ્યાં તમે તમારા પ્રેમ સાથે સમય વિતાવી શકો છો.

વડોદરાની વાત કરીએ તો પ્રેમની બાબતમાં આ સંસ્કારી નગરી પર ટોચ ક્રમે આવે છે. પ્રેમની સંસ્કાર સાથે વણીને અહીં રજૂ કરવામાં આવે છે. જો વડોદરામાં તમે હોવ અને તમે તમારા પ્રેમને વધારે મજબૂત બનાવવા ઇચ્છતા હોવ તો તમે તમારા પ્રેમ સાથે એમએસ યુનિવર્સિટી ગાર્ડન, જ્યુબિલી બાગ, લાલ બાગ, સરદાર બાદ, ઇએમઇ ટેમ્પલ, કાલાઘોડા, એંગ્લો વર્નેક્યુલર સ્કૂલ, જૂની કોઠી, કાલા ભવન, મોતિબાગ પેલેસ, સુરસાગર લેક, આજવા નિમેટા, સિંધ્રોટ નેચર પાર્ક, સૂલપાણેશ્વર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી, કાયાવારોહણ, ગલ્તેશ્વર, કબિરવડ વિગેરે સ્થળે પ્રેમી કે પ્રેમિકા સાથે જઇ શકાય છે. આ ઉપરાંત વડોદરાની નજીક આવેલું ડભોઇ, જાબુંઘોડા અને રાજપિપળા પણ એવા સ્થળો છે જ્યાં તમે વેલેનટાઇન ડેના દિવસે જઇ શકો છો.

ગાર્ડન, સ્કૂલ કોલેજના કેમ્પસ અને લાઇબ્રેરી પ્રેમી યુગલોનું એક સોફ્ટ ટાર્ગેટ પહેલાથી રહેલું છે. ફિલ્મો હોય કે પછી રિયલ લાઇફ તમને પ્રેમી યુગલોનું ઝૂંડ આ સ્થળો પર તો જોવા જ મળશે. ત્યારે સુરતની વાત કરીએ તો સુરત અને તેની આસપાસ વેલેનટાઇન ડેના દિવસે જવું હોય તો રિગંરોડ સુરત, ડચ ગાર્ડન, ચિંતામની જૈન ટેમ્પલ, સરદાર પટેલ મ્યુઝિયમ, ગૌરવ પથ, જવાહર લાલ નહેરુ ગાર્ડન, ડુમસ બિચ, સાપુતારા, વિલ્સન હિલ્સ, વાસંદા નેશનલ પાર્ક, ડાંગ, ગોપી તળાવ અને નાવ સઇદ મસ્જિદ, યુરોપિયન તોમ્બ્સ, સંજન, શબરી ધામ, પૂર્ણ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી, દમણ વિગેરે એવા સ્થળો છે કે જ્યાં તમે તમારા પ્રેમ સાથે જઇને ખાસ સમય પસાર કરીને પ્રેમના દિવસને સદા માટે યાદગાર બનાવી શકો છો. ચાલો તસવીરોમાં જોઇએ ગુજરાતના કેટલાક રોમેન્ટિક સ્થળો.

રાજકોટની વાત કરીએ તો આમ તો રાજકોટને ગુજરાતનું રંગીલું શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. તહેવારો હોય કે પછી કોઇ ડેની ઉજવણી રાજકોટમાં તમને તેનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. ત્યારે પ્રેમના દિવસની ઉજવણી હોય ત્યારે આ રિંગલુ શહેર કેવી રીતે પાછળ રહી શકે. રાજકોટની વાત કરીએ તો રાજકોટ શહેરમાં રેસકોર્સ રોડ, રિંગ રોડ, ઇસ્કોન ટેમ્પલ, લવ ટેમ્પલ, યુનિવર્સિટી ગાર્ડન, આજી ડેમ, ન્યારી ડેમ, ઇશ્વરિયા, યાજ્ઞિન રોડ, ગોડંલ રોડ ઉપરાંત કાફે અને ગાર્ડન તમને પ્રેમભીની લાગણીની અનુભૂતિ કરાવી દે છે, આ ઉપરાંત, બંગડી બજાર, ગોંડલ, રામપરા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી, ખંભાળિયા કેવ્સ, વેરાવદર બ્લેકબક નેશનલ પાર્ક, હિંગોળગઢ સેન્ચ્યુરી, તજાણા હિલ વિગેરે એવા સ્થળો છે જ્યાં તમે તમારા પ્રેમ સાથે એક સુંદર પળ વિતાવી શકો છો.

કાંકરિયા લેક, અમદાવાદ

કાંકરિયા લેક, અમદાવાદ

કાંકરિયા લેક, અમદાવાદ

રિવરફ્રન્ટ, અમદાવાદ

રિવરફ્રન્ટ, અમદાવાદ

રિવરફ્રન્ટ, અમદાવાદ

અડાલજની વાવ, અમદાવાદ

અડાલજની વાવ, અમદાવાદ

અડાલજની વાવ, અમદાવાદ

ઇંદ્રોડા પાર્ક, ગાંધીનગર

ઇંદ્રોડા પાર્ક, ગાંધીનગર

ઇંદ્રોડા પાર્ક, ગાંધીનગર

ગૌરવ પથ, સુરત

ગૌરવ પથ, સુરત

ગૌરવ પથ, સુરત

નારગોલ, સુરત

નારગોલ, સુરત

નારગોલ, સુરત

ડુમસ, સુરત

ડુમસ, સુરત

ડુમસ, સુરત

સાપુતારા, સુરત

સાપુતારા, સુરત

સાપુતારા, સુરત

વડોદરા સયાજી બાગ

વડોદરા સયાજી બાગ

વડોદરા સયાજી બાગ

બજાણા રોયલ સફારી

બજાણા રોયલ સફારી

બજાણા રોયલ સફારી

સુરપાણેશ્વર

સુરપાણેશ્વર

સુરપાણેશ્વર

જાંબુઘોડા અભ્યારણ્ય

જાંબુઘોડા અભ્યારણ્ય

જાંબુઘોડા અભ્યારણ્ય

ખંભાળિયા કેવ્સ

ખંભાળિયા કેવ્સ

ખંભાળિયા કેવ્સ

રેસકોર્સ, રાજકોટ

રેસકોર્સ, રાજકોટ

રેસકોર્સ, રાજકોટ

ગીર અભ્યારણ્ય, જુનાગઢ

ગીર અભ્યારણ્ય, જુનાગઢ

ગીર અભ્યારણ્ય, જુનાગઢ

English summary
ahmedabad, surat, vadodara, rajkot have some place good for romance in this valentine day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X