For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Valsad election result 2022 : વલસાડની તમામ વિધાનસભા સીટ પર ભગવો લહેરાયો

વલસાડ જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો પર ભાજપની જીત થઇ છે. વલસાડ જિલ્લામાં ધરમપુર (ST), વલસાડ, પારડી, કપરાડા (ST) અને ઉમરગાંવ (ST) વિધાનસભા બેઠક છે. આ તમામ બેઠકો પર ભાજપનો વિજય થયો છે.

|
Google Oneindia Gujarati News

Valsad election result 2022 : ગુજરાત વિધાન સભાની ચૂંટણી માટે હાલ મતગણતરી ચાલી રહી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધીમાં 146 બેઠક પર જીત મળી છે, જ્યારે 11 બેઠક પર આગળ છે. આ સાથે કોંગ્રેસને 14 બેઠક પર જીત મળી છે અને 2 બેઠક પર આગળ છે. આમ આદમી પાર્ટીને 4 મળી છે અને માત્ર 1 બેઠકો પર આગળ છે. આ સાથે અન્યને 4 બેઠક મળી છે.

Recommended Video

વલસાડ : જિલ્લામાં કોને મળ્યા જનતાના આશિર્વાદ, જાણો કોણ બન્યુ ધારાસભ્ય

Valsad district

વલસાડ જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો પર ભાજપની જીત થઇ છે. વલસાડ જિલ્લામાં ધરમપુર (ST), વલસાડ, પારડી, કપરાડા (ST) અને ઉમરગાંવ (ST) વિધાનસભા બેઠક છે. આ તમામ બેઠકો પર ભાજપનો વિજય થયો છે. આ પાંચ વિધાનસભા મતવિસ્તારોમાંથી ત્રણ અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.

વલસાડમાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, 2017માં ભાજપે વલસાડ જિલ્લામાંથી ચાર વિધાનસભા બેઠકો જીતી હતી.

ધરમપુર (ST) બેઠક

ધરમપુર (ST) બેઠક પરથી ભાજપના ઉમેદવાર અરવિંદ છોટુભાઇ પટેલનો વિજય થયો છે. જેમને 81353 મત મળ્યા છે. જ્યારે આપ ઉમેદવાર કમલેશ પટેલને 47995 અને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલને 32782 મત મળ્યા છે.

વલસાડ બેઠક

વલસાડ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભરત પટેલનો વિજય થયો છે. જેમને 126323 મત મળ્યા છે. જ્યારે આપ ઉમેદવાર રાજુ મરચાને 22547 અને કોંગ્રેસના ઉમેદવાર કમલેશ પટેલને 21522 મત મળ્યા છે.

પારડી બેઠક

પારડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કનુ મોહનનો વિજય થયો છે. જેમને 121968 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જયશ્રી પટેલને 24804 મત અને આપના ઉમેદવાર કેતન પટેલને 15306 મત મળ્યા છે.

કપરાડા (ST) બેઠક

કપરાડા (ST) બેઠક પરથી ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીનો વિજય થયો છે. જેમને 90999 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર વસંત પટેલને 58031 મત અને આપના ઉમેદવાર જયેન્દ્ર ગાવિતને 53168 મત મળ્યા છે.

ઉમરગાંવ (ST) બેઠક

ઉમરગાંવ (ST) બેઠક પરથી ભાજપના ઉમેદવાર રમણ પાટકરનો વિજય થયો છે. જેમને 110088 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નરેશ વાલવીને 45302 મત અને આપના ઉમેદવાર અશોક પટેલને 10676 મત મળ્યા છે.

2022ની વિધાનસભા ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 182 બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. જેમાં કુલ 1,621 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 788 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાં 70 મહિલા ઉમેદવારો અને 339 અપક્ષોનો સમાવેશ થાય છે. આ સાથે બીજા તબક્કાની 93 બેઠકો પર, કુલ 833 ઉમેદવારો હતા, જેમાં 69 મહિલા ઉમેદવારો અને 285 અપક્ષનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કુલ 4.91 કરોડ નોંધાયેલા મતદારો છે, જેમાંથી લગભગ 51.6 ટકા પુરૂષ અને 48.4 ટકા મહિલા મતદારો છે. આ સાથે લગભગ 1,400 નોંધાયેલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે.

ગત 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતી જનતા પાર્ટીને 99 બેઠકો અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. આ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સતત છઠ્ઠી વાર જીત થઇ હતી.

English summary
Valsad election result 2022 : BJP win in all assembly seats of Valsad district
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X