વશરામ સાગઠિયાના મતદાન કુટિરના વીડિયોથી ઊભો થયો વિવાદ
નોંધનીય છે કે મતદાન કરતી વખતે મત કુટીમાં ફોટો લેવાની કે મોબાઇલથી શુટિંગ કરવાની સખ્ત મનાઇ છે. ત્યારે રાજકોટ ગ્રામીણના કોંગ્રેસના નેતા વશરામ સાગઠિયા આ જ કારણે વિવાદમાં ફસાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનમાં જ્યારે વશરામભાઇ મતદાન કરવા માટે ગયા હતા ત્યારે તેમની પાછળથી કોઈ વ્યક્તિ વીડિયો લઈ રહ્યો છે. તે મુદ્દે વસરામ વિવાદ સર્જાયો છે. જો કે વીડિયો ઉતારનાર વ્યક્તિ કોણ છે તે અંગે હાલ તપાસ ચાલી રહી છે.
રાજકોટ ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠીયાએ મતદાન કર્યું હતું પરંતુ તેઓ જ્યારે મતદાન કુટીરમાં મતદાન કરી રહ્યાં હતાં ત્યારે એક યુવક પાછળથી મોબાઈલમાં વીડિયો ઉતારી રહ્યો હતો. મહત્વનું છે કે મતદાન મથકમાં વીડિયોગ્રાફી કરવાની મનાઈ હોવા છતા વીડિયો ઉતારવામાં આવતા ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ ચૂંટણીમાં મતદાન વખતે અનેક છબરડા બહાર આવ્યા છે. જો કે આ તમામ મામલે ચૂંટણી પંચ તપાસ કરી રહ્યું છે.