VGGS 2024 : વાઈબ્રન્ટ સમિટમાં 41,299 પ્રોજેક્ટમાં 26.33 લાખ કરોડના રોકાણ માટેના MoU થયા
10 થી 13 જાન્યુઆરી દરમિયાન યોજાયેલી 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 26.33 લાખ કરોડથી વધુના રોકાણને આકર્ષિત કરતા 41,299 પ્રોજેક્ટ માટે એમઓયુ થયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર જણાવ્યુ કે, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 એ એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે. વર્ષ 2022 માં કોરોના રોગચાળાને કારણે વાઇબ્રન્ટ સમિટ મુલતવી રાખવામાં આવી હતી અને 57,241 પ્રોજેક્ટ માટે 18.87 લાખ કરોડ રૂપિયાના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

જાન્યુઆરી 2024માં યોજાયેલી વાઈબ્રન્ટ સમિટ 10 માં 41,299 પ્રોજેક્ટમાં 26.33 લાખ કરોડના રોકાણ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ રીતે, ગુજરાતે કુલ 98,540 પ્રોજેક્ટ્સ માટે એમઓયુ સાથે ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે, જેમાં 45 લાખ કરોડથી વધુનું રોકાણ આવ્યુ છે.
સમિટના ભાગ રૂપે 2800 થી વધુ બિઝનેસ-ટુ-બિઝનેસ મીટિંગ હાથ ધરવામાં આવી, જેમાં 1400 બિઝનેસ-ટુ-ગવર્નમેન્ટ મીટિંગ સામેલ હતી. સમિટ દરમિયાન 13 રાજ્યોએ છ અલગ-અલગ સેમિનાર યોજ્યા.
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું કે, આ કાર્યક્રમ દરમિયાન 19 રાજ્યોના પ્રતિનિધિઓ હાજર રહ્યા.












Click it and Unblock the Notifications
